કોરોના : મણિનગર શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની તબિયત ક્રિટીકલ, વેન્ટિલેટર પર રખાયા

07 July 2020 11:33 PM
Ahmedabad Dharmik Gujarat
  • કોરોના : મણિનગર શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીની તબિયત ક્રિટીકલ, વેન્ટિલેટર પર રખાયા

અમદાવાદ:
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તબિયત લથડી છે.
ગંભીર સ્થિતિ જણાતા તબીબોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા છે. જેને લઈ હરિભક્તોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

મણિનગર સ્વામિનારાયણ ગાદી સસ્થાનના આચાર્ય કોરોના આવ્યા બાદ તેમને સારવાર માટે ની અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આજે અચાનક જ સ્વામીજીની તબિયત બગડતા તુરંત તબીબો તેમની સારવારમાં લાગી ગયા હતા. સ્વામીજીને શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમના ફેફસાંમાં ઈન્ફેક્શન લાગવાને કારણે તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement