રાજકોટ : જાણીતા ઉધોગપતિ, અતુલ મોટર્સના માલિક હરીશભાઈ ચાંદ્રાને કોરોના

07 July 2020 11:13 PM
Rajkot Gujarat
  • રાજકોટ : જાણીતા ઉધોગપતિ, અતુલ મોટર્સના માલિક હરીશભાઈ ચાંદ્રાને કોરોના
  • રાજકોટ : જાણીતા ઉધોગપતિ, અતુલ મોટર્સના માલિક હરીશભાઈ ચાંદ્રાને કોરોના

થોડા દિવસ પૂર્વે અમરેલી ગયા હતા, કંપનીના CEO પણ સાથે હતા : પરિવારજનો હોમ કવોરંટાઈન થયા

રાજકોટ : રાજકોટના જાણીતા ઉધોગપતિ, અતુલ મોટર્સ ના માલિક હરીશભાઈ ચાંદ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તેઓ થોડા દિવસ પૂર્વે અમરેલી કંપનીના CEO સાથે ગયા હતા. ત્યારબાદ તેમને થોડો તાવ રહેતો, ગઇકાલે ટેસ્ટ કરાવ્યો અને આજે રિપોર્ટ પોઝિટિવ આવતા સાથે શહેરની સ્ટાર સીનર્જી હોસ્પિટલમાં દાખલ થયા.
સ્ટાર સીનર્જી કોવિડ હોસ્પિટલ ના ઇન્ચાર્જ ડૉ.જયેશ ડોબરીયાએ જણાવ્યું કે હરીશભાઈ ની તબિયત હાલ સ્થિર છે.
કોરોના પોઝિટિવના સમાચાર મળતાં પરિવાજનો સેલ્ફ કવોરંટાઈન થયા છે.


Related News

Loading...
Advertisement