રાજકોટમાં એકઝીબીશનના સ્ટોલ ધારકોને પરવાનગી આપવા રજુઆત

07 July 2020 07:24 PM
Rajkot
  • રાજકોટમાં એકઝીબીશનના સ્ટોલ ધારકોને પરવાનગી આપવા રજુઆત

કોરોનાના કપરાકાળમાં આપ તથા તંત્ર દ્વારા ખુબજ સારા આયોજન પૂર્વક રાજકોટની પ્રજા માટે કામ કરી રહયા છો. અમો આપને વીનંતી કરવા આવ્યા છીએકે ફેશન મંત્રા દ્વારા દર મહિને હોટેલમાં એક એકિઝબિશન રાખવામાં આવે અને એમા નાના વેપારીઓ ભાગ લઇને પોતાનો રોજગાર કરે છે તો છેલ્લા ઘણા સમયથી કોરોનાની મહામારીને કારણે આ રોજગાર બંધ છે અને નાના વેપારીઓ ખુબજ આર્થીક સંકડામણનો ભોગ બની રહયા છે. કારણકે અમુક સ્ટોક પણ વેપારીઓ એ કરેલ હોય છે અને મોટા ભાગની ગૃહિણીઓ દ્વારા આ વેપાર સ્ટોલ રાખીને કરવામાં આવે છે. હાલમાં જ સુરત ખાતે એક કંપની દ્વારા ડાયમંડનું એકિઝબિશન કરવામાં આવ્યું છે તો અમો નમ્ર વીનંતી કરીએ છીએ કે થોડા સ્ટોલ સાથે અમોને પરમીશન આપવામાં આવે.
અમે સંપુર્ણ પણ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરીને તેમજ ગ્લોસ, માસ્ક પહેરીને આપ કહો એ પ્રમાણેના ગ્રાહકો સાથે આ એકિસબિસન ચાલુ કરવા માટે આપની વીનંતી સાથે પરવાનગી માંગીએ છીએ.


Related News

Loading...
Advertisement