શહેર ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલી અર્પણ કરાઇ

07 July 2020 07:23 PM
Rajkot
  • શહેર ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલી અર્પણ કરાઇ

રાજકોટ : રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, રાજુભાઇ બોરીચાની ઉપસ્થિતિમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી અંતગર્ત રેસકોર્ષ આર્ટગેલેરી ખાતેની ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાનું વર્ષો જુનુ સપનુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની દૃઢ અને મજબુુત ઇચ્છાશકિતને કારણે સાકાર થયેલ છે. આ તકે અશ્ર્વીન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, મહેશ રાઠોડ, વીક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, અનીલભાઇ પારેખ, હરેશ જોષી, નિતીન ભુત, અંજનાબેન મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, આશીષ વાગડીયા, દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા, પ્રીતીબેન પનારા, સજુબેન રબારી, મુકેશ રાદડીયા, મીનાબેન પારેખ, શીલ્પાબેન જાવીયા, પુષ્કર પટેલ, જયાબેન ડાંગર, અનીતાબેન ગોસ્વામી, ગૌતમ ગોસ્વામી, ગેલાભાઇ રબારી સહીતના ઉપસ્થિત રહયા હતા.


Related News

Loading...
Advertisement