દિનેશ સવસાણીનો આજે જન્મદિન : શુભેચ્છા વર્ષા

07 July 2020 07:22 PM
Rajkot
  • દિનેશ સવસાણીનો આજે જન્મદિન : શુભેચ્છા વર્ષા

હનુમાનજી મહારાજના ઉપાસક

રાજકોટ તા.7
તા.7/7ના મંગળવારનાં દીનેશભાઈ પરસોતમભાઈ સવસાણી નો જન્મદિવસ છે. દીનેશભાઈ 48 વર્ષ પૂર્ણ કરી 49 વર્ષ માં પ્રવેશ કરશે. મદદનીશ શિક્ષક તરીકે જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના રાફુદડ ગામે ફરજ બજાવે છે. તેઓ સંગીત શિક્ષા વિશારદ છે તથા તેઓ સંપૂર્ણપણે બ્લાઈન્ડ તથા અપરિણત છે.

દીનેશભાઈ સવસાણી છેલ્લા ઘણા વર્ષો થી 111 હનુમાન ચાલીસા નાં પાઠ રાજકોટ, સૂરત, જામનગર, ધ્રોલ, જુનાગઢ ભાવીકો દવારા બોલાવવામાં આવતા કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિનાં આખી રાત, કોઈ પણ જાતનું ભોજન, પાણી લીધા વિના હારમોનીયમ વગાડતા વગાડતા ગાતા ગાતા અલગ અલગ રાગમાં કરાવે છે. તેઓનાં રાજકોટ, જામનગર, સોરાષ્ટ્ર,ગુજરાત,ભારત જ નહી બલ્કે વિદેશમાં ભકતો અને ભાવીકો તેમની સાથે મોબાઈલ દવારા સંપર્કમાં રહી પ્રભુભકિત તથા ધર્મચીંધ્યા માર્ગે આગળ વધતા રહે છે.

ગીતાજીનાં દરેક શ્ર્લોક પૂર્ણ પણે કંઠસ્થ છે સાથોસાથ તેનું ભાષાંતર તથા અર્થ પણ તેઓ જીજ્ઞાસુ વ્યકિતઓને સારી રીતે સમજાવી જાણે છે. તેઓ દવારા ઘણા ભાઈ-બહેનોને ધાર્મિક તથા ભકિતનાં સંગે પ્રભુભકિતના રસ્તા તરફ વાળવામાં આવી રહયા છે. તેઓ પશુ, પક્ષીઓ તેમજ અલગ અલગ વ્યકિતઓનાં અવાજ સારી રીતે કાઢી શકે છે. સંકીર્તન મંદીરમાં ” ધૂન” ગવડાવવામાં તથા બોલવામાં તેમને ખૂબ જ આનંદ આવે છે. ઘણીવાર તેઓ આખી રાત રામધૂન માં તલ્લીન થઈ જાય છે


Related News

Loading...
Advertisement