ઓલ ઇન્ડીયા બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા નિરાધાર વિધવાઓને અનાજ કીટનું વિતરણ

07 July 2020 07:20 PM
Rajkot
  • ઓલ ઇન્ડીયા બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા નિરાધાર વિધવાઓને અનાજ કીટનું વિતરણ

બ્રહ્મસમાજની વિધવા બહેનોને કીટનું વિતરણ કરવામાં આવેલ તથા જરૂરીયાત મંદ સમાજના લોકોને કીટ આપેલ. આ વિતરણ જે.ડી. ઉપાધ્યાય પ્રમુખ સ્થાને આયોજક સમિતિ દ્વારા કરવામાં આવેલ તથા અમારા દાતાના સહકારથી આ આયોજન કરવામાં આવેલ છે. દરેક કમીટી મેમ્બર, કાર્યકર્તા અને વિધવા સહાય યોજનાના શુભેચ્છક દ્વારા આ કીટનું વિતરણ પૂર્ણ કરેલ છે. જેમાં પંકજભાઇ ભટ્ટ, ચેરમેન-ગુજરાત સભ્ય તથા મનીષભાઇ રાડીયા, બાંધકામ કમિટિ ચેરમેન, રાજકોટ મહાનગરપાલિકા તથા મીનાક્ષીબેન ભટ્ટ, લલીતભાઇ ઉપાધ્યાય, અંકીતભાઇ ઉપાધ્યાય, રાહુલભાઇ ક્ષોત્રિય, જે.ડી. ઉપાધ્યાય, અનીલભાઇ ત્રિવેદી, માધવીબેન ઉપાધ્યાય, જયશ્રીબેન ક્ષોત્રિય વગેરે દાતાઓનો સહયોગ મળ્યો હતો.
આ કાર્યક્રમને સફળબનાવવા જે.ડી. ઉપાધ્યાય (અધ્યક્ષશ્રી), માધવીબેન ઉપાધ્યાય, શિતલબેન ત્રિવેદી, નિશાબેન એમ. પંડયા, દિપાલીબેન, બીનાબેન શુકલ, હિમાબેન ઉપાધ્યાય, જયેશભાઇ જાની, હસમુખભાઇ પંડયા -ગૌરીદડવાળા, લલીતભાઇ ઉપાધ્યાય, રાજેશભાઇ શુકલ, જયેશભાઇ મહેતા, અનીલભાઇ ત્રિવેદી વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.


Related News

Loading...
Advertisement