મોટામવા-રંગોળી પાર્કની ગુજરાત હાઉસીંગ બોર્ડના ફલેટોની લીકેજ પાઇપોથી પાર્કિંગમાં ગંદાપાણીનો ભરાવો

07 July 2020 07:18 PM
Rajkot
  • મોટામવા-રંગોળી પાર્કની ગુજરાત હાઉસીંગ બોર્ડના ફલેટોની લીકેજ પાઇપોથી પાર્કિંગમાં ગંદાપાણીનો ભરાવો
  • મોટામવા-રંગોળી પાર્કની ગુજરાત હાઉસીંગ બોર્ડના ફલેટોની લીકેજ પાઇપોથી પાર્કિંગમાં ગંદાપાણીનો ભરાવો

એક વર્ષથી સતત રજૂઆત છતાં તંત્ર દ્વારા પગલા લેવાતા ન હોવાની ફરિયાદો

રાજકોટ તા.7
રાજકોટની ભાગોળે મોટા મવા ગામ પાસે રંગોળી પાર્ક ખાતે પંડિત દિનદયાળનગર ગુજરાત હાઉસીંગ બોર્ડના 1164 જેટલા ફલેટો આવેલા છે. જેમાં 14 માળની 16 બિલ્ડીંગ આવેલી છે. જેમાં હાલમાં 600 જેટલા ફેમીલીઓ રહે છે. દરેક બિલ્ડીંગના બહારની સાઇડમા: જે વેસ્ટ પાણીની પાઇપો આવેલ છે તે મોટા ભાગના લીકેજ છે. જેથી તેનું ગંદુ પાણી પાર્કિંગમાં આવે છે જેના કારણે મચ્છર થાય છે. ગંદકી ફેલાય છે. આ પ્રશ્ર્ને બોર્ડને એક વર્ષથી અવાર-નવાર રજૂઆત કરવામાં આવી રહી છે. છતાં બોર્ડના અધિકારીઓ દ્વારા પગલા લેવાતા ન હોવાની ફરિયાદો ઉઠી છે.


Related News

Loading...
Advertisement