અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ જૈન સંઘના આંગણે ધર્મોલ્લાસ સાથે ગૌતમ સ્વામી અનુષ્ઠાન યોજાયું

07 July 2020 07:16 PM
Rajkot
  • અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ જૈન સંઘના આંગણે ધર્મોલ્લાસ સાથે ગૌતમ સ્વામી અનુષ્ઠાન યોજાયું

રાજકોટ તા.7
અમદાવાદ નગરે નવરંગપુરા સ્ટેડિય જૈન સંઘે શંખેશ્વર પાર્શ્ર્વનાથ પ્રભુની છત્રની છાયામાં તથા પૂ.તપાગચ્છાધિપતિ આ પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન જંગમરત્ન તીર્થ પ્રેરક,માનવતાના મસીહા પૂ.આ રત્નશેખરસૂરીશ્વરજી મ.સાના દિવ્ય આશીર્વાદથી ચાતુર્માસ દરમ્યાન ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે અનંત લબ્ધિનિધાન ગુરુ ગૌતમસ્વામી નું મહાઅનુષ્ઠાન સાદગી પૂર્વક થયેલ.જેમાં પૂજય મુનિ નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા ની પાવનકારી નિશ્રામાં યોજાયેલ.
આ અનુષ્ઠાનમાં વિવિધ મંત્રો દ્વારા વાસક્ષેપ અને ગુલાબના પુષ્પ વિગેરે થી અનુષ્ઠાન કરવામાં આવેલ.આ પ્રસંગે પૂજ્ય મુનિ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે ગુરુ અહિંસા, સત્ય,અચૌર્ય અને અપરિગ્રહ વ્રતને ધારણ કરે છે. પરીસહ-પ્રતિકૂળતાને સહન કરવામાં તેઓ ધીર છે. મધુકર વૃત્તિએ ભિક્ષા ગ્રહણ કરે છે,સમભાવમાં સ્થિર રહે છે.ધર્મોપદેશ દ્વારા જગતનું કલ્યાણ કરે છે.સતત વ્યસ્તતા,માનસિક ચિંતા, ઓછાપણું,અભાવ,અન્યાય,કાલ્પનિક ભય આપણા સુખ- શાંતિના શત્રુ છે.ક્યારેક એવું પણ થાય છે કે સુખના ઢગ વચ્ચે પણ આપણે અતિ નિર્ધન હોઈએ છીએ.ત્યારે એવું થાય છે કે કોઈક એવું સ્થાન મળે,જે આપણા માટે વિસામો બને.કોઈક એવો ખોળો મળે જ્યાં મન મૂકીને રુદન કરી શકાય.કોઈક એવું શરણ મળે જે આપણી રક્ષા કરે.આવો વિસામો,ખોળો,શરણ એટલે જ ગુરુ.જે આપણા અસ્તિત્વ નો આધાર છે.આર્ય સંસ્કૃતિમાં ગુરુની પૂજા કરવામાં આવે છે,જે આપણા સંસ્કારનો પાયો છે.ગુરુ વિદ્યાગુરુ પણ હોઈ શકે,ધર્મગુરુ પણ હોઈ શકે.નિ:સ્વાર્થભાવે શિષ્ય પ્રતિ વાત્સલ્યભાવ દર્શાવતા અનેક વિદ્યાગુરુ ઇતિહાસના પૃષ્ઠ પર અમર થઈ ગયા.ગુરુ એ દેવ અને ધર્મને સાંકળતી કડી જેવા છે.જે ધર્મનો પરિચય કરાવી માનવીને પરમ માનવી બનાવે તે ગુરૂ તત્વ છે.આ પ્રસંગે ગુરુ ભક્તો એ ગુરુદેવ ને વંદના કરેલ અને આશીર્વાદ પ્રાપ્ત કરેલ.


Related News

Loading...
Advertisement