‘ફી’ માટે વિદ્યાર્થીઓને દબાણ કરનારી શાળા કોલેજો સામે એનએસયુઆઇ વિરોધ પ્રદર્શન કરશે

07 July 2020 07:15 PM
Rajkot
  • ‘ફી’ માટે વિદ્યાર્થીઓને દબાણ કરનારી શાળા કોલેજો સામે એનએસયુઆઇ વિરોધ પ્રદર્શન કરશે
  • ‘ફી’ માટે વિદ્યાર્થીઓને દબાણ કરનારી શાળા કોલેજો સામે એનએસયુઆઇ વિરોધ પ્રદર્શન કરશે

રચનાત્મક કાર્યક્રમો અપાશે : પગલા લેવામાં તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ

રાજકોટ તા.7
દેશમાં અનલોક-1 જાહેર થયાને તુરંત જ શાળાઓ-કોલેજો દ્વારા વાલીઓને ફોન કરી ફરજીયાત ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે દબાણ કરાય રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે, ઓનલાઇન શિક્ષણ ફકત એક બહાનું છે. કોવિડ-19(કોરોના) ના કપરા સમયની અંદર છેલ્લા ચાર માસથી કોઇપણ રોજગાર-ધંધા ચાલતા નથી. વાલીઓ ઘર ચલાવવા માટે સમર્થ નથી છતાં શાળા-કોલેજ સંચાલકો દ્વારા વારંવાર ફોન કરીને ફી ઉધરાવવા દબાણ કરી રહ્યાં છે. છેલ્લા 3-4 માસથી ચાલતા લોકડાઉનના સમયને કારણે તમામ ધંધા રોજગાર પડી ભાંગ્યા હોઈ આવી પરિસ્થિતિને કારણે ઘણા વાલીઓ ગત સત્રની ફી પણ ભરી નથી શક્યા. આમ છતાં ઉધડતા શૈક્ષણિક સત્રમાં કોરોના સંકમણ સંદર્ભે તકેદારીના પગલે શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ આપવાના નામે ફતને ફકત વાલીઓ ઉપર નવો આર્થિક બોજ નાંખી વાલીઓના ખિસ્સા કાતરવાનું શાળા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમ એનએસયુઆઇના પ્રદેશ ઉપપ્રમુખ સુરજ ડેર તથા જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું છે.
તેઓએ જણાવ્યું છે કે એક તરફ રાજ્યના મુખ્યમંત્રી કહે કે સ્કુલો દ્રારા જો વિદ્યાર્થીઓને ફી માટે દબાણ કરાતુ હોય તો સરકારને ફરીયાદ કરો ! શિક્ષણ વિભાગના પરિપત્રો પ્રમાણે કોઈ સ્કુલ ફી વધારો કરી શકશે નહી અને સંચાલકો વાલીઓને ફી માટે સપ્ટેમ્બર મહીના સુધી દબાણ ના કરે તેવા આદેશ કર્યા છે.તેમજ જો કોઈ વાલીઓને ફી માટે દબાણ કરશે તો સ્કુલની માન્યતા રદ સુધી દંડનાત્મક પગલા ભરાશે.
પરંતુ વાસ્તવિકતા અલગ છે કારણ કે મોટાભાગના સ્કુલ સંચાલકો ઓનલાઈન લેકચરોમા પણ શિક્ષકો પાસે વિદ્યાર્થીઓને આડકતરી રીતે ફી ભરવા માટે દબાણ કરે છે તેમજ વિદ્યાર્થીઓને અને વાલીઓને દરરોજ ફી ભરવા માટે મેસેજો કરી દબાણ ,તેમજ વાલીઓને બીજા બહાને સ્કુલોએ બોલાવીને ફી માટે દબાણ, ફી નહી ભરો તો ઓનલાઈન લેકચરો બંધ કરવાની તેમજ કોઈપણ સાહિત્ય કે બુક નહી આપવાની ધમકીઓ મળ્યાની ફરીયાદો સામે છે.તેમજ રાજકોટની મારવાડી યુનિવર્સિટી,વી.વી.પી. કોલેજ, આર.કે. યુનિવર્સિટીમાં ,આત્મિય યુનિવર્સિટી સહીત અનેક કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને ફી માટે છેલ્લી તારીખ આપી દીધાની ફરીયાદો સામે આવી છે.
ત્યારે સવાલ અહી એ થાય કે શુ શાળા -કોલેજ સંચાલકો અને સરકારની સાંઠગાંઠના કારણે માત્ર વાલીઓને હેરાનગત જ થવુ પડશે કે કાઈ નિરાકરણ કરશે ?
અનેક વાલી સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોએ કરેલ અઢળક રજુઆતો અને ફરીયાદો છતા જીલ્લાશિક્ષણ અધિકારી અને તંત્ર કેમ આવી સ્કુલો સામે કાર્યવાહી નથી કરતા?
જેથી તમામ વાલીઓને અપીલ કરી જણાવેલ છે કે જો કોઈ સ્કુલ-કોલેજ ફી માટે દબાણ કરે તો જાગૃત બની અવાજ ઉઠાવે અને ગજઞઈંના પ્રમુખ મો.7016837652નો સંપર્ક કરવા તેઓએ જણાવી ઉમેર્યુ છે કે વિદ્યાર્થીઓને ફી માટે દબાણ કરનારી શાળા-કોલેજો સામે એનએસયુઆઇ વિરોધ પ્રદર્શન કરી રચનાત્મક કાર્યક્રમો આપશે.


Related News

Loading...
Advertisement