ગુજરાતની અદાલતોમાં પેન્ડીંગ ચાર્જશીટ, નેગોસીયેબલની ફરિયાદો રજીસ્ટરે લો

07 July 2020 07:11 PM
Rajkot
  • ગુજરાતની અદાલતોમાં પેન્ડીંગ ચાર્જશીટ, નેગોસીયેબલની ફરિયાદો રજીસ્ટરે લો

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દિલિપ પટેલની ચિફ જસ્ટીસને રજુઆત

રાજકોટ તા. 7: લોકડાઉનના લીધે ગુજરાતની અદાલતોમાં લાખો ચાર્જશીટો, નેગોસીયેબલની ફરિયાદો મોટા પ્રમાણમાં પેન્ડીંગહોય આ ફરિયાદ રજીસ્ટરે લેવા બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન દિલિપ પટેલે ચિફ જસ્ટીસને પત્ર લખી રજુઆત કરી છે.

બાર કાઉનસીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન દીલીપ પટેલે ગુજરાતના ચીફ જસ્ટીસને એક પત્ર લખી અને ગુજરાતમાં રપ/3/ર0 થી કોર્ટોનું કાર્ય બંધ હોય માત્ર અરજન્ટ કામો થતા હોય લોકડાઉનના પરીણામે નેગોસીયેબલની ફરીયાદો દાખલ થતી નથી અને પોલીસ સ્ટેશનના ફોજદારી કેઇસો નોંધવામાં આવતા નથી.ગુજરાત રાજયમાં પોલીસ સ્ટેશનોના ફોજદારી કેઇસો તથા નેગોસીયેબલની ફરીયાદો ખુબ જ મોટા પ્રમાણમાં ભરાવો થઇ ગયેલ છે આ બંને ખાલી કોર્ટોના રજીસ્ટરે ચડાવામાં આવે તો પણ ર થી 6 મહીના રજીસ્ટરમાં ચડાવતા સમય લાગે તેમ છે હાલમાં સ્ટાફ નવરો છે તેમને બોલાવી અને રજીસ્ટરોમાં નોંધણી કરવાનું શરૂ કરવુ જોઇએ તે પ્રક્રિયામા માણસો ભેગા થવાનો ભય નથી.

હાલમાં કોર્ટો કયારે ખુલે તે નકકી નથી કોર્ટોના તમામ સ્ટાફ બેઠા બેઠા પગાર મેળવે છે તેથી હાલના સમયમાં બેંક, ફાઇનાન્સ, કોર્પોરેટ સેકટર તથા સેમી કોર્પોરેટ સેકટરો દ્વારા કરવામાં આવતી નેગોસીયેબલનીફરીયાદો મોટા પ્રમાણમાં છે.

કોર્ટોના કર્મચારીને બોલાવી આ ચાર્જશીટ ચડાવવામાં પબ્લીક ભેગુ થવાનું નથી તેવા કામ શરૂ કરવા જોઇએ અને જયુડી. મેજીસ્ટ્રો દ્વારા નેગોસીયેબલની ફરીયાદો નોટરી પાસે સોગંદનામુ લઇ વરચ્યુલ (આભાસી-ઇફાઇલીંગ) રજીસ્ટ્રાર સમક્ષ કરી શકાય અને ભવિષ્યમાં પડનારી મુશ્કેલી નીવારસ શકાય અને રજીસ્ટરે ચડી શકે અને કેઇસને લગત ડોકયુમેન્ટને વેરીફીકેશન કરી ર્પુતતા કરી કેઇસ નંબર પડી શકે તેમ છે.

લોકડાઉનના બે લાખથી વધુ કેઇસો ગુજરાતમા નોંધાયેલ છે તેમને ગવર્નમેન્ટ વિડ્રો (પરત ખેંચશે) તો પણ કોર્ટોમાં રજીસ્ટરે ચડાવવા પડશે આ ધ્યાને લઇને યોગ્ય આદેશ કરવામાં આવે તેવો પત્ર ચીફ જસ્ટીસને દીલીપ પટેલે લખેલ હતો.


Related News

Loading...
Advertisement