કલાકારોએ હવે પોતાની કારકીર્દી બચાવવા એન્ડોર્સમેન્ટનો કોન્ટ્રાકટ વધારવો પડશે

07 July 2020 06:39 PM
Entertainment
  • કલાકારોએ હવે પોતાની કારકીર્દી બચાવવા એન્ડોર્સમેન્ટનો કોન્ટ્રાકટ વધારવો પડશે

લોકડાઉનની સાઈડ ઈફેકટ : લાંબા સમય સુધી સ્ક્રીન પરથી ગાયબ રહેલાં કલાકારોએ ફી સાથે પણ કરવું પડશે સમાધાન

મુંબઈ તા.7
લોકડાઉનને પગલે કલાકારોના શુટીંગની સાથે હવે તેમના પેમેન્ટ પર પણ કાતર ફેરવાય તેવી શકયતા છે. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ હ્યુમન બ્રાન્ડ દ્વારા 110 કંપનીઓનો સર્વે તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 64 ટકા માર્કેટર્સ/કલાયન્ટ ઈચ્છે છે કે સેલીબ્રીટી દ્વારા એન્ડોર્સમેન્ટની ફી ઘટાડવામાં આવે તથા અન્ય 64 ટકા કલાયન્ટ ઈચ્છે છે કે હાલનાં કોન્ટ્રાકટનો સમયગાળો વધારવામાં આવે.

એડ ગુરૂ પ્રહલાદ કકકરનાં જણાવ્યા મુજબ, ‘જો દિખતા હૈ વો બિકતા હૈ’ લોકડાઉન દરમિયાન અનેક કલાકારો ફીલ્ડ પર દેખાયા ન હતા. તેથી તેમના દ્વારા પેમેન્ટ ઘટાડવામાં આવે તે જરૂરી છે તો સોનુ સુદની જેમ અન્ય કોઈ આ પરિસ્થિતિમાં આ રીતે ઉભરી આવ્યા હોય એવું દેખાતું નથી.’

ટોચની સેલીબ્રીટીમાં વિરાટ કોહલી, દિપીકા પદુકોણ, અક્ષયકુમાર, રણવીરસિંહ, આલીયા ભટ્ટનો સમાવેશ થાય છે. સર્વે અનુસાર,22% કલાયન્ટ ઈચ્છે છે કે એન્ડોર્સમેન્ટની ફી 20થી30% ઘટાડવામાં આવે, 15 ટકા કલાયન્સ ઈચ્છે છે કે ફીમાં 30-40 ટકાનો ઘટાડો કરવામાં આવે, 12% ઈચ્છે છે કે 40-50% ઘટાડો કરવામાં આવે.

જાણીતા અહેવાલ મુજબ, વિરાટ કોહલીની આ વર્ષની બ્રાન્ડ વેલ્યુ 237.5 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પ્રથમ નંબરે, અક્ષયકુમાર 104.5 મિલિયન ડોલર સાથે બીજા અને રણવીરસિંઘ તથા દીપીકા પદુકોણ 13.5 મિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે છે. ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શના જણાવ્યા મુજબ, ‘કલાકારો એ જાહેરાતની સાથે ફિલ્મોનું પેમેન્ટ પણ ઘટાડવું જોઈએ. જો તેઓ આમ નથી કરતા તો પ્રોડયુસરનું કામ પણ અઘરુ થઈ જશે.’


Related News

Loading...
Advertisement