ઇન્ફોસીસએ અમેરિકામાં ફસાયેલા કર્મચારીઓ અને તેમના કુટુંબને ઉગાર્યા

07 July 2020 06:35 PM
India
  • ઇન્ફોસીસએ અમેરિકામાં ફસાયેલા કર્મચારીઓ અને તેમના કુટુંબને ઉગાર્યા

દેશની ટોચની આઈટી કંપની ઇન્ફોસીસે એચવન-બી વિઝાના વિવાદ અને કોરોનાના કારણે તેના 200 કર્મચારીઓ અને તેનું ફેમીલી જે અમેરિકામાં ફસાઈ ગયું હતું તેને ઉગારવા માટે સાન ફ્રાન્સીસ્કોથી ખાસ ફલાઈટ બેંગ્લોર સુધી ઉડાડી હતી. કંપનીએ તેના એકપણ કર્મચારી અને તેનું કુટુંબ ફક્ત વિમાની સેવા નહીં હોવાથી અલગ રહે તે સ્વીકાર્ય ગણ્યું નથી અને અમેરિકાથી ભારત સુધીની ખાસ ફલાઈટ રવાના કરી હતી.


Related News

Loading...
Advertisement