ભારતની એરલાઈન્સ ભૂતિયા ફલાઈટ જાહેર કરી મુસાફરો પાસેથી નાણા પડાવે છે ?

07 July 2020 06:34 PM
India
  • ભારતની એરલાઈન્સ ભૂતિયા ફલાઈટ જાહેર કરી મુસાફરો પાસેથી નાણા પડાવે છે ?

દેશમાં કોરોનાના અનલોક બાદ વિમાની કંપનીઓએ તેમની સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી અને તેના કારણે મુસાફરોએ તેની ટીકીટ પણ બુક કરાવવાનું શરુ કર્યું હતું પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ એક બાદ એક એરલાઈન્સો તેમની બુક થયેલી ટીકીટોની ફલાઈટ પણ કેન્સલ કરવા લાગી છે અને તેના કારણે હજારો મુસાફરોના નાણાં ફરી એક વખત ફસાઈ ગયા હોવાના સંકેત છે. વાસ્તવમાં જે ફલાઈટમાં પૂરતા મુસાફરો થતા તે ફલાઈટનું પણ મોટાપાયે બુકીંગ થઇ રહ્યુ છે અને આ રીતે એરલાઈન ભૂતિયા ફલાઈટનુંબુકીંગ કરીને જંગી નાણા ઉસેડી રહી હોવાનો સંકેત છે. એક અંદાજ મુજબ લોકડાઉન પછી દેશમાં ડોમેસ્ટીક ઉડાનની અંદાજે 50 ટકાથી વધુ ફલાઈટ રદ થઇ છે. પરંતુ આ ફલાઈટમાં જેઓએ બુકીંગ કરાવ્યું હતું તેમના નાણા એરલાઈન પરત આપતી નથી આ ઉપરાંત રાજ્ય સરકારો પણ પોતાની નીતિ વારંવાર બદલાવે રાખે છે. પશ્ર્ચિમ બંગાળ સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં કોલકાતા આવતી મુંબઈ-દિલ્હી-નાગપુર-પુણે-અમદાવાદ સહિતની ફલાઈટો રદ કરવા જાહેર કર્યું હતું અને તેને કારણે સેંકડો મુસાફરોએ જે ટીકીટ બુક કરાવી હતી તેના નાણા એરલાઈનમાં ફસાઈ ગયા છે.


Related News

Loading...
Advertisement