કોરોના સામેનું યુદ્ધ મહાભારત કરતા અઘરું: 100 દિવસેય જીતાયું નથી: શિવસેના

07 July 2020 06:29 PM
India
  • કોરોના સામેનું યુદ્ધ મહાભારત કરતા અઘરું: 100 દિવસેય જીતાયું નથી: શિવસેના

21 દિવસમાં વિજયની વાત મોદીને યાદ અપાવી

મુંબઈ તા.7
શિવસેનાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ 19 સામેની લડાઈ 21 દિવસમાં જીતી લેવાશે, પણ 100 દિવસ પુરા થયા હોવા છતાં મહામારી હજુ ઉચી છે. શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં જણાવ્યું છે કે મહાભારતના યુદ્ધ કરતાં પણ કોવિડ 19 સામેની લડત અઘરી છે. આ બીમારીની રસી 2021 સુધી મળનારી ન હોય મહામારી સામેની લડત ચાલુ રહેશે.વિશ્ર્વમાં કોરોનાના કેસોની દ્દષ્ટિએ ભારત ત્રીજા નંબરે આવ્યું એ વિષે પણ સંપાદકીયમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.નાણાકીય સુપરપાવર બનવા માંગતા દેશમાં એક દિવસમાં 25000 કેસ નોંધાય તે કમનસીબ અને ગંભીર છે.


Related News

Loading...
Advertisement