ગુજરાતમાં 735 નવા કેસ પણ ટેસ્ટ ફરી એક વખત ઘટાડી દેવાયા

07 July 2020 06:29 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં 735 નવા કેસ પણ ટેસ્ટ ફરી એક વખત ઘટાડી દેવાયા

સુરત હવે કોરોનામાં લીડ કરે છે

નવી દિલ્હી: દેશના અનેક ભાગોમાં કોરોના પોઝીટીવ કેસ વધતા હવે ગુજરાત તેના 700 પ્લસ કેસ છતાં આઠમાં ક્રમે પહોંચી ગયું છે. રાજયમાં ગઈકાલે નવા 735 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા અને આ રીતે સતત છઠ્ઠા દિવસે સૌથી વધુ સિંગલ ડે કેસનો રેકોર્ડ સર્જાયો છે અને હવે સુરતમાં 241 નવા કેસ સાથે તેણે પ્રથમ વખત અમદાવાદને પાછળ રાખી દીધું છે. અમદાવાદમાં 183 અને વડોદરામાં 65 નવા કેસ નોંધાયા છે. રાજયમાં કેસ વધવા છતાં આશ્ર્ચર્યજનક રીતે ટેસ્ટીંગ ઘટાડાયું છે. તા.4 જૂનના 8481 ટેસ્ટ થયા હતા તેની સામે ગઈકાલે 6340 ટેસ્ટ જ કરાયા છે. આમ ટેસ્ટ બારમાં ગુજરાત સરકાર હજું પણ કંઈક ખચકાઈ રહી છે. જયારે મૃત્યુ આંકમાં 17નો વધારો થયો છે અને કુલ 1962 મૃત્યુ નોંધાયા છે.


Related News

Loading...
Advertisement