એલઆઈસીએ આઈપીઓ પહેલા નોન પરફોર્મનિંગ શેર વેચવા કાઢ્યા

07 July 2020 06:25 PM
India
  • એલઆઈસીએ આઈપીઓ પહેલા નોન પરફોર્મનિંગ શેર વેચવા કાઢ્યા

ભારત અને વિશ્વની સૌથી મોટી જીવન વિમા કંપની તરીકે સ્થાન મેળવનાર એલઆઈસી તેના આઈપીઓ લઇ આવી રહી છે પરંતુ તે પહેલા તેના બેલેન્સશીટને ક્લીયર કરવા માગે છે. એલઆઈસીમાં જ્યારથી આઈપીઓનો નિર્ણય લીધો ત્યારથી તે તેના એકાઉન્ટમાંથી જે શેરનું કોઇ મૂલ્ય જ નથી અથવા તો સાવ સામાન્ય મૂલ્ય છે તે વેચવાનું શરુ કરી દીધું છે અને કંપનીએ 33 કંપનીઓમાં તેનું હોલ્ડીંગ ઝીરો કરવાની તૈયારી કરી છે. જેમાંથી 33નું માર્કેટ કેપ રુા. 1000 કરોડ કે તેથી ઓછું છે અને 22 કંપની એવી છે કે જેનું માર્કેટ કેપ રુા. 5000 કરોડથી ઓછું છે. ચાર કંપનીઓ એવી પણ એવી છે કે જેનું માર્કેટ કેપ રુા. 100 કરોડથી ઓછું છે. એલઆઈસી હવે આ કંપનીઓમાં તેનું હોલ્ડીંગ ઘટાડવાનું શરુ કરી દીધું છે. જેમાં વેલસ્પુન, હેક્ષા ટ્રેડેક્સ, યસ બેન્કનો પણ સમાવેશ થાય છે જ્યારે કંપનીએ અનેક મૂલ્યવાન રોકાણ પણ શરુ કર્યું છે.


Related News

Loading...
Advertisement