પીઓકેમાં પાક.-ચીન સામે દેખાવો: ગેરકાયદે ડેમ નિર્માણ સામે વિરોધ

07 July 2020 06:21 PM
India
  • પીઓકેમાં પાક.-ચીન સામે દેખાવો: ગેરકાયદે ડેમ નિર્માણ સામે વિરોધ

જેલમ અને નિલમ નદી પર બનતા હોવાથી પર્યાવરણને ખતરો: પ્રદર્શનકારીઓ

મુઝફફરાબાદ (પીઓકે) તા.7
પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)નાં મુઝફફરાબાદમાં લોકોએ પાકિસ્તાન અને ચીન સામે ગેરકાયદે ડેમનાં નિર્માણ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
અહી રહેતા લોકોએ નિલમ અને ઝેલમ નદીપર બંધાઈ રહેલા ગેરકાયદે ડેમનાં નિર્માણ સામે અવાજ ઉઠાવ્યો છે. ગઈકાલે લોકોએ નિલમ જેલમ નદી પર ડેમ અને કોહાલા હાઈડ્રો પાવર પરિયોજના પાવર પરિયોજના નિર્માણ સામે મોટી સંખ્યામાં પ્રદર્શન કર્યું હતું.

પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન અને ચીન દ્વારા બાંધવામાં આવતા ડેમનાં કારણે ઉભી થનાર પર્યાવરણીય અસર તરફ વિશ્ર્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
પ્રદર્શનકારીઓએ સવાલ ઉઠાવ્યો છે કે કયા કાયદા હેઠળ પાકિસ્તાન અને ચીન વચ્ચેની નદીને લઈને સમજુતી થઈ છે? તેમણે આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાન અને ચીન નદીઓ પર કબ્જો કરીને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં સંકલ્પનું ઉલ્લંધન કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement