રાહુલ હજુ ધરાયા નથી: ચીન મામલે વધુ 3 સવાલ દાગ્યા

07 July 2020 06:20 PM
India
  • રાહુલ હજુ ધરાયા નથી: ચીન મામલે વધુ 3 સવાલ દાગ્યા

યથાસ્થિતિ ફરી સ્થાપિત કરવાનો ઉલ્લેખ કેમ નથી?

નવી દિલ્હી તા.7
ભારત અને ચીન વચ્ચે તણાવ હળવો કરવા કોશીશ જારી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ સાથેની વાતચીત પછી ચીની દળો વાસ્તવિક અંકુશ રેખા (એલએસી)થી પાછા હટી રહ્યા છે. લદાખ સરહદે ખરેખર શું બન્યું તે વિષે સતત સવાલ પૂછી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવીટર દ્વારા આજે નવા ત્રણ સવાલ કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રહિત સૌથી ઉપર છે. ભારત સરકારની ફરજ છે કે એનું એ પાલન કરે. રાહુલે જાણવા માંગ્યું હતું કે પહેલાની યથાસ્થિતિ સ્થગીત કરવા કેમ નિવેદનમાં જણાવાયું નથી. ચીને અમલી જમીન પર 20 જવાનોની હત્યા કરી હતી. તેને તેની સ્પષ્ટતા કરવાની તક શા માટે આપવામાં આવી? અને ભારતના નિવેદનમાં ગલ્વાન ખીણના સાર્વભૌમત્વનો ઉલ્લેખ કેમ કરવામાં નથી આવ્યો.

કોંગ્રેસ નેતાઓ આ સવાલો સામે ભારત અને ચીન દ્વારા જારી નિવેદનનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે! અને તેમાં ચીનના નિવેદનના એક હિસ્સાને હાઈલાઈટ કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement