ગુજરાતના ઉદ્યોગોને શહેરી ક્ષેત્રમાંથી બહાર ખસેડવા તૈયારી : ટાઉન પ્લાનીંગ એક્ટ બદલાશે

07 July 2020 06:19 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતના ઉદ્યોગોને શહેરી ક્ષેત્રમાંથી બહાર ખસેડવા તૈયારી : ટાઉન પ્લાનીંગ એક્ટ બદલાશે

રાજ્યમાં ટૂંક સમયમાં જ ગ્રીન ફલોર સ્પેસ ઇન્ડેક્સનો અમલ : ઉદ્યોગોને પર્યાવરણ સંબંધી સિલ્વર, ગોલ્ડ, પ્લેટીયમ રેન્ક અપાશે : લોકડાઉન સમયે પર્યાવરણમાં જે સુધારો થયો તેના પરથી રાજ્ય સરકાર હવે ગુજરાતના શહેરોની સ્થિતિ દિલ્હી જેવી ન બને તે માટે અગાઉથી જ આયોજન કરી રહી છે : નવા ઔદ્યોગિક ક્ષેત્રમાં પાણી અને હવાના પ્રદૂષણના નિકાલ માટે ખાસ ટેકનોલોજી : વાહનોનું પ્રદૂષણ બીએસ-4 બાદના માપદંડથી ઘટશે : રાજ્યમાં ગ્રીન ફયુઅલ તરીકે ગેસના ઉપયોગને પણ ઉત્તેજન આપવાની ખાસ તૈયારી : પર્યાવરણ સંબંધી ઉપાયોમાં ગુજરાતને નંબર વન બનાવવાનો વ્યૂહ

અમદાવાદ,તા. 7
ગુજરાતમાં લોકડાઉન દરમિયાન જે રીતે અમદાવાદ સહિતના રાજ્યના શહેરોમાં પર્યાવરણમાં મોટઓ સુધારો નજરે ચડ્યો હતો અને હવા અત્યંત સ્વચ્છ થઇ ગઇ હતી તથા જળાશયોના પાણી પણ પીવાલાયક થઇ ગયા હતા. તેના પરથી ધડો લઇને ગુજરાત સરકાર હવે મોટા શહેરોની અંદર વસેલા ઉદ્યોગોને શહેરની બહાર ખસેડવા માટે વિચારણા કરી રહી છે અને આ માટે એક ખાસ પોલીસી બનાવવાની પણ તૈયારી છે.

સરકાર આ માટે ટાઉન પ્લાનીંગમાં મોટો ફેરફાર કરશે અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન જે શહેરોમાં હોય છે તેને નોન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવાની પણ તૈયારી છે. લોકડાઉન સમયે મોટી સ્થિતિ જોવા મળી કે પોલ્યુશનનું સ્તર નીચું ચાલ્યું ગયું હતું. જો કે મોટાભાગના વાહન વ્યવહાર બંધ હતા અને કારખાનાઓ પણ બંધ હતા અને તેના કારણે પ્રદૂષણ સર્જાયાનો પ્રશ્ર્ન જ ન હતો.

પરંતુ જેવું લોકડાઉન પુરું થયું કે તૂર્ત જ ફરી એકવખત પ્રદૂષણનું સ્તર ઉંચુ જવા લાગ્યું છે. ટોચના સુત્રોના જણાવ્યા પ્રમાણે શહેરોની અંદર આવી ગયેલા મોટા ઔદ્યોગિક એકમો હવા તથા પાણી બંનેમાં મોટાપાયે પ્રદૂષણ છોડે છે અને તેને નિવારવાના અત્યાર સુધીના તમામ ઉપાયો નિષ્ફળ સાબિત થયા છે. શહેરોની હવામાં અનેક પ્રકારના પ્રદૂષીત તત્વો આ ઔદ્યોગિક એકમો ઉમેરે છે.

જો કે પ્રદૂષણમાં વાહન વ્યવહારનો પણ મોટો ફાળો છે પરંતુ જે રીતે સરકાર બીએસ-4 બાદના વધારાના ઉચ્ચ માપદંડોના આધારે વાહનોની પ્રદૂષણ છોડવાની સક્રિયતા ઘટાડી રહી છે. અને આગામી સમયમાં તેની અસર દેખાશે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના બદલે ગ્રીન ફ્યુઅલ તરીકે ગેસનો વપરાશ પણ વધારી રહી છે અને તેના કારણે પણ પ્રદૂષણમાં રાહત થશે. પરંતુ ઔદ્યોગિક એકમોના પ્રદૂષણમાં ઘટાડો કરવા માટેના તમામ ઉપાયો નિષ્ફળ ગયા છે.

સરકાર હવે ગુજરાતના મોટા શહેરોમાં દિલ્હી જેવી સ્થિતિ ન થાય તે માટે હવે મોટા ઔદ્યોગિક એકમોને શહેર બહારના વિસ્તારોમાં ખાસ ઔદ્યોગિક ઝોન ઉભા કરી ફેરવવા માટે તૈયારી કરી રહી છે. ભવિષ્યના ટાઉન પ્લાનીંગમાં આવા ફેરફાર થશે અને સરકાર ટાઉન પ્લાનીંગ એક્ટને બદલવા તૈયારી કરી રહી છે. સરકાર શહેરોની મર્યાદા બહારની જે જમીન છે તેનો ઉપયોગ કરીને આ ઉદ્યોગોને ફરીથી વ્યસ્થિત રીતે વિકસાવશે અને ત્યાં પાણી અને હવામાં પ્રદૂષણ છોડવામાં આવે છે તેના નિકાલ માટે પણ ખાસ ઉપાયો કરશે.

ઉપરાંત શહેરમાં જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે જગ્યા રાખવામાં આવે છે તેને નોન ઇન્ડસ્ટ્રીયલમાં ફેરવવાની તક આપશે. શહેરી વિકાસ વિભાગના સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ટૂંક સમયમાં ગ્રીન ફલોર સ્પેસ ઇન્ડેક્સનો અમલ કરાશે. જેમાં પર્યાવરણ અને ઉર્જાને વધુ સારી રીતે હેન્ડલ કરી શકતા ઉદ્યોગોને ખાસ રેન્ક આપીને તેને ચોક્કસ પ્રોત્સાહન અપાશે અને આ રેન્ક સીલ્વર, ગોલ્ડ અને પ્લેટીયમ કક્ષાના હશે.


Related News

Loading...
Advertisement