હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઉતરપ્રદેશમાં ભૂકંપના ઝટકા

07 July 2020 06:15 PM
India
  • હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઉતરપ્રદેશમાં ભૂકંપના ઝટકા

ભૂકંપથી જાનમાલને નુકશાન નહીં

નવી દિલ્હી તા.7
ઉતરપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ગત મોડીરાત્રે ભૂકંપના હળવા ઝટકા આવ્યા હતા. રિકટર સ્કેલ પર આ આંચકા અનુક્રમે 5.0, 3.4 અને 3.2 નોંધાયા હતા. આ ભૂકંપના આંચકાથી જાનમાલને નુકશાનના કોઈ વાવડ નથી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અરુણાચલના તવાંગમાં મોડી રાત્રે 1.33 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જયારે હિમાચલપ્રદેશના મોડીરાત્રે 1.3 વાગ્યે ધરા ધ્રુજી હતી. ઉતરપ્રદેશમાં ફતેહપુરમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે આ ત્રણ રાજયોમાં ભૂકંપથી જાનમાલને નુકશાનીના સમાચાર નથી.


Related News

Loading...
Advertisement