ઈપીએફમાં કોન્ટ્રીબ્યુશન જમા કરાવવા કંપનીઓને મુદત અપાયા છતાં કર્મચારીઓને વ્યાજની ખોટ નહીં જાય

07 July 2020 06:14 PM
India
  • ઈપીએફમાં કોન્ટ્રીબ્યુશન જમા કરાવવા કંપનીઓને મુદત અપાયા છતાં કર્મચારીઓને વ્યાજની ખોટ નહીં જાય

માર્ચના કોન્ટ્રીબ્યુશનનું વ્યાજ 1 મે થી લાગુ થતું હોવાથી અસર નહીં

નવી દિલ્હી તા.7
એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) એ કંપનીઓને માર્ચ 2020ના મહિના માટે કર્મચારીઓના ખાતામાં ઈપીએફનું યોગદાન મોડેથી જમા કરાવવા છૂટ આપી હતી. ઈપીએફઓએ કંપનીઓને માર્ચ મહિના માટે ઈલેકટ્રોનીક ચલણ કમ રિટર્ન (ઈસીઆર) ફાઈલ કરવા અને સ્ટેચ્યુટરી ઈપીએફ હિસ્સો અલગ જમા કરાવવા છૂટ આપી હતી. કોરોના વાયરસની મહામારીના કારણે કંપનીઓને નિયમનું પાલન કરવામાં વધુ બોજ ન પડે તે માટે આ નિર્ણય કરાયો હતો.

વધુ મહત્વની વાત એ છે કે ઈપીએફ સભ્યો પર અને ખાસ કરીને મોડેથી કંપનીઓને હિસ્સો જમા કરાવવાની છૂટ અપાતા ઈપીએફ એકાઉન્ટ પર મળતા વ્યાજને શી અસર થાય?

જાણકારો કહે છે કે ઈપીએફ સ્કીમ નીચે કર્મચારીને દર મહીનાની છેલ્લી તારીખના 15 દિવસમાં કંપનીઓએ ઈપીએફ કોન્ટ્રીબ્યુશન જમા કરાવવું પડે છે. દાખલા તરીકે મે 2020 માટે ઈપીએફનું યોગદાન કંપનીઓએ 15 જૂન સુધીમાં જમા કરાવવું જોઈએ. ઈપીએફઓએ માર્ચ માટે મોડેથી ઈપીએફ કોન્ટ્રીબ્યુશન 15 મે 2020 સુધી જમા કરાવવા છૂટ આપી હતી. સામાન્ય રીતે એ 15 એપ્રિલ સુધીમાં જમા થવું જોઈતું હતું. 15 મે સુધીમાં એ જમા ન થાય તો કંપની વાર્ષિક 12%ના દરે પીનલ વ્યાજ ભરવા માટે જવાબદાર છે.

કર્મચારીઓને વ્યાજની ખોટ જાય કે કેમ તે સવાલ થઈ રહ્યો છે. માર્ચનું કોન્ટ્રીબ્યુશન 15 મે સુધીમાં જમા કરાવાયું હોય તો પગારના મહીના માર્ચનું વ્યાજ 1 મે 2020 થી લાગુ પડે છે, અને એ પ્રમાણે ગણાય છે. મહામારીના કારણે કંપનીઓને કોન્ટ્રીબ્યુશન જમા કરાવવામાં મુદત અપાઈ એથી કર્મચારીઓને વ્યાજની ખોટ નહી જાય.


Related News

Loading...
Advertisement