કોરોના ના એકટીવ કેઇસ બાબતે ગુજરાત હવે આઠમા નંબરે ધકેલાયું, રિકવરી રેટ 72% આસપાસ પહોંચ્યો

07 July 2020 05:14 PM
Ahmedabad Gujarat
  • કોરોના ના એકટીવ કેઇસ બાબતે ગુજરાત હવે આઠમા  નંબરે ધકેલાયું, રિકવરી રેટ 72% આસપાસ પહોંચ્યો

સીએમ રૂપાણી દ્વારા અપનાવાયેલા આક્રમક અભિગમને કારણે ગુજરાતમાં કોરોના સામેની લડાઈ અસરકારક નિવડી

ગાંધીનગર તા.7
ગુજરાતનાં સંવેદનશીલ અને કાર્યક્ષમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના સામે અપનાવેલી આક્રમક રણનીતિને કારણે અને સુચારુ આયોજન તથા આલા દરજ્જાની મેડિકલ સુવિધાઓને લીધે ગુજરાત હવે કોરોના સામેની લડતમાં અગ્રેસર બની રહ્યું છે. ડિસ્ચાર્જ કે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા બાદ કરતાં હાલ સારવાર હેઠળ હોય તેવા દર્દીઓનો આંકડો હાલ 8,574 છે જે કુલ દર્દીઓના 23 ટકા જેટલો થાય છે. આ સાથે હવે ગુજરાત દેશમાં સૌથી વધુ એક્ટિવ દર્દીઓ ધરાવતા રાજ્યોમાં આઠમા સ્થાને આવી ગયું છે.

સોમવારે ઉત્તરપ્રદેશ પણ ગુજરાતથી આગળ નીકળી ગયું છે. આમ હવે મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશ બાદ ગુજરાતનો ક્રમ આવે છે. તેની સામે રિકવરીનો રેટ ગુજરાતમાં 71.42 ટકા છે. સોમવારે જ 735 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના સામે મુખ્યમંત્રી રૂપાણીએ રીતસર યુદ્ધ આરંભ્યું છે, તાજેતરમાં સુરતમાં કેઇસ વધતા ત્યાં તેઓ તત્કાળ ધસી ગયા હતા અને તાત્કાલિક ધોરણે શહેરને નવી હોસ્પિટલ, 200 વેન્ટિલેટર ફાળવ્યા હતા તેમજ બીજાં અનેક પગલાં લીધા હતા. આવા સખ્ત-નક્કર અભિગમને લીધે જ ગુજરાત હવે કોરોના સામે નિર્ણાયક લડાઈ લડી રહ્યું છે.


Related News

Loading...
Advertisement