આદીવાસીઓની પ્રશ્નોની બેઠકમાં પણ રાજકારણ : ભાજપના એક પણ ધારાસભ્ય હાજર ન રહ્યા

07 July 2020 05:11 PM
Ahmedabad Gujarat
  • આદીવાસીઓની પ્રશ્નોની બેઠકમાં પણ રાજકારણ : ભાજપના એક પણ ધારાસભ્ય હાજર ન રહ્યા

બેઠકમાં આદિવાસી વિકાસ કમિશનર દિલીપસિંહ રાણા સામે આક્ષેપ

ગાંધીનગર તા.7
ગીર બરડા અને આલેચ ના સાચા આદિવાસી અધિકાર સમિતિ દ્વારા સમાજના અધિકારો માટે 29 દિવસ સુધી સરકાર સામે આંદોલન ચાલ્યું હતું ત્યારે તે સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વનમંત્રી ગણપતસિંહ વસાવાએ સમિતિ સાથે વાટાઘાટો કરીને પ્રશ્નોનું નિરાકરણ કરવા સહમતિ બતાવી હતી જોકે હજુ પણ સાચા આદિવાસી સમાજ ના અધિકારો ના પ્રશ્નો નહીં ઉકેલાયા હોવાના કારણે આજે ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે આદિવાસી સમાજના ધારાસભ્યો ની બેઠક મળી હતી.

આ બેઠકમાં માત્ર કોંગ્રેસના જ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભાજપનો એક પણ ધારાસભ્ય બેઠકમાં હાજર રહ્યા ન હતા.

આ અંગે પૂછતા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી આજે સરકાર સ્થાને છે એટલું જ નહીં આદિવાસી સમાજ ના ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો નું સરકાર અને સંગઠનમાં કઈ ઉપજતું નથી એટલે મીટિંગમાં ઉપસ્થિત રહ્યા નથી કારણકે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો આદિવાસી સમાજ ના અધિકારો માટે લડત આપતા નથી કે રજૂઆત પણ કરી શકતા નથી ત્યારે સમાજના ધારાસભ્યોની બેઠકમાં શરમ અનુભવતા હોવાના કારણે નિરાશ થઈને ભાજપના ધારાસભ્યો મીટિંગમાં ઉપસ્થિત નહીં રહ્યા હોવાનું અશ્વિન કોટવાલે જણાવ્યું હતું .

જ્યારે સમગ્ર મુદ્દા અંગે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાએ જણાવ્યું હતું કે સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિના વણ ઉકેલાયેલા પ્રશ્નોના સંદર્ભમાં આજની બેઠક મળી હતી .એટલું જ નહીં આજે પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવવાના કારણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં અનિલ જોષીયારા એ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આઇએએસ અધિકારી દિલીપ રાણા એ આદિવાસી સમાજ ના ખોટા સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો આપીને જાતિ આધારિત લાભ લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો

જેના વિરોધમાં સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી. જ્યારે અન્ય માગણીઓ માં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 20 ફેબ્રુઆરી 2020 ના રોજ થયેલા સમાધાનની બાકીની માંગો પુરી કરવા માટે વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને માહિતગાર કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement