સૌરાષ્ટ્રનાં 31થી વધુ ડેમોમાં 80થી 100 ટકા નવા નીર આવી ગયા

07 July 2020 04:55 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રનાં 31થી વધુ ડેમોમાં 80થી 100 ટકા નવા નીર આવી ગયા

રણજીત સાગર સહિત સૌથી વધુ જામનગર જિલ્લાનાં 16 ડેમો ભરપૂર

રાજકોટ,તા. 7
રાજકોટ શહેર-જિલ્લાની સાથોસાથ સૌરાષ્ટ્રમાં પણ પડેલા સચરાચર વરસાદને પગલે 60થી વધુ જળાશયોમાં નવા નીર આવ્યા છે અને 25 જેટલા ડેમો ઓવરફલો પણ થઇ જવા પામ્યા છે ત્યારે પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં પાંચ જિલ્લાનાં 31 જેટલા ડેમો 80થી 100 ટકા ભરાઈ ગયા છે. આ અંગેની રાજકોટ સિંચાઈ ખાતાના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ જે ડેમો 80 થી 100 ટકા ભરાઈ ગયા છે તેમાં આજી-2, આજી-3, વેરી, ન્યારી-2, ખોડાપીપર, લાલપરી તથા મચ્છુ-3 અને સસોઇ, પન્ના, ફૂલઝર, સપડા, ફૂલઝર-2, ડાઈમીણસર, ફોફળ-2, ઉંડ-3, ઉંડ-1, કંકાવટી, ઉંડ-2, વાડીસંગ, રુપાવટી, રુપારેલ અને સસોઇ ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘી, ગઢકી, શેઢાભાડથરી, વેરાડી-1, સિંધણી અને મીણસાર વાનાવડ તથા વાસલ અને ત્રિવેણીઠાંગા ડેમો પણ 80 થી 100 ટકા સુધી ભરાઈ ગયા છે.


Related News

Loading...
Advertisement