અક્ષયકુમારની લક્ષ્મી બોમ્બમાં નેગેટિવ રોલ કરશે અદ્વિક મહાજન

07 July 2020 03:35 PM
Ahmedabad Entertainment
  • અક્ષયકુમારની લક્ષ્મી બોમ્બમાં નેગેટિવ રોલ કરશે અદ્વિક મહાજન

દિવ્ય દૃષ્ટિ અને બાની-ઇશ્ક કા કલમા જેવી ટીવી-સિરિયલો કરી ચૂકેલો અભિનેતા અદ્વિક મહાજન લક્ષ્મી બોમ્બમાં જોવા મળશે

અમદાવાદ: હિન્દી ફિલ્મોમાં હવે ટીવી-જગતના ચહેરા દેખાય તો કોઇ નવાઇ નથી રહી, કારણ કે ઘણા કલાકારોએ ટીવીથી ફિલ્મો સુધીની સફર ખેડી છે જે સફળ રહી છે. ટીવી અભિનેતા અદ્વિક મહાજન જે છેલ્લે સ્ટાર પ્લસના શો દિવ્ય દૃષ્ટિમાં જોવા મળ્યો હતો તે પણ હિન્દી ફિલ્મમાં જોવા મળવાનો છે.

અક્ષયકુમારની ઘણા સમયથી રાહ જોવાય છે એ ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં અદ્વિક મહાજન મહત્વનું પાત્ર ભજવશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સીધી ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝથવાની છે અને અદ્વિક એમાં નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. અદ્વિકે આમ તો ર008માં કોન્ટ્રાકટ નામની હિન્દી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને એ પછી સાઉથની એક ફિલ્મ પણ કરી છે.

જોકે તેને અભિનેતા તરીકેની ઓળખ કલર્સ ટીવીના શો બાની-ઇશ્ક દા કલમા થી મળી. એ પછી તે અનેક પોપ્યુલર શોમાં જોવા મળ્યો છે. અદ્વિકે સોશ્યલ મીડિયા પર લક્ષ્મી બોમ્બનું પોસ્ટર શેર કરીને પોતે ફિલ્મનો ભાગ છે એવું જણાવ્યું હતું. આ ફિલ્મ અદ્વિક માટે ટર્નિંગ પોઇન્ટ બની રહેશે એમાં બેમત નથી.


Related News

Loading...
Advertisement