બોલીવુડમાં 40 વર્ષ પૂરાં કરનાર ઉદિત નારાયણે લોન્ચ કરી યુટયુબ ચેનલ

07 July 2020 02:47 PM
Entertainment
  • બોલીવુડમાં 40 વર્ષ પૂરાં કરનાર ઉદિત નારાયણે લોન્ચ કરી યુટયુબ ચેનલ

મુંબઇ: (આઇ.એ.એન.એસ.) ઉદિત નારાયણે બોલીવુડમાં 40 વર્ષ વિતાવવાની ખુશીમાં પોતાની યુટયુબ ચેનલ લોન્ચ કરી છે. તેમણે 1980માં ઉન્નીસ બીસ દ્રારા પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. તેમણે ગાયેલાં અનેક ગીતો આજે પણ યાદગાર છે. એવામાં ડિજિટલ યુગમાં લોકો સાથે કનેકટ થવા માટે તેમણે પણ યુટયુબ ચેનલની શરૂઆત કરી છે. આ વિશે ઉદિત નારાયણે કહયું હતું કે આ ઇન્ડસ્ટ્રી મારી સાથે ખૂબ ઉદાર રહી છે. એણે મને ઘણુંબધું આપ્યું છે. લોકોના પ્રેમ અને આશીર્વાદથી આજે મેં ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે. મારો એક જ ઉદેશ રહયો છે કે હું ભારતીય ફિલ્મો, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અને લોકોનાં દિલોમાં સ્થાન જાળવી શકું.
દીકરા આદિત્ય નારાયણે આ ચેનલ શરૂ કરવા જણાવ્યું હતું એ વિશે ઉદિત નારાયણે કહયું હતું કે તેણે કહયું કે તમે યુટયુબ પર સૌથી વધુ જોવામાં આવતા આર્ટિસ્ટ છો. તેણે જ મને ચેનલ શરૂ કરવા માટેની પ્રેરણા આપી હતી.


Related News

Loading...
Advertisement