લાલસિંહ ચઢ્ઢાનું શૂટીંગ હવે લદાખને બદલે કારગીલમાં કરવામાં આવશે

07 July 2020 02:41 PM
Entertainment
  • લાલસિંહ ચઢ્ઢાનું શૂટીંગ હવે લદાખને બદલે કારગીલમાં કરવામાં આવશે

મુંબઇ : આમિર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટીંગ હવે લદાખને બદલે કારગીલમાં કરવામાં આવશે. તાજેતરમાં જ ચીન દ્વારા કરવામાં આવેલા હૂમલાને ઘ્યાનમાં રાખીને ફિલ્મમેકરે આ નિર્ણય લીધો છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટીંગ હજી બાકી છે. ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તનાવને જોતાં ફિલ્મના ડિરેકટર અદ્વૈત ચંદન અને આમિર ખાને પરસ્પર ચર્ચા કરીને કારગીલમાં શૂટીંગ કરવાનો નિર્ણય લીધો છે. આમિર ખાન લદાખમાં શૂટીંગ કરીને ફિલ્મની ટીમને જોખમમાં નથી મૂકવા માગતો. તાજેતરમાં જ આમિરના સ્ટાફ પણ કોરોના પોઝીટીવ મળી આવ્યો હતો. એથી હાલમાં તો આ ફિલ્મનું શૂટીંગ શરૂ કરવાની કોઇ યોજના નથી, પરંતુ એનું શેડયુલ ચેન્જ કરવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement