મેઘકૃપા વચ્ચે કોરોના કહેર પણ યથાવત : વધુ છના મૃત્યુ

07 July 2020 02:31 PM
kutch Rajkot Saurashtra
  • મેઘકૃપા વચ્ચે કોરોના કહેર પણ યથાવત : વધુ છના મૃત્યુ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી સોમવારે એક દિવસમાં 9પથી વધુ કેસ : મોરબીમાં ચાર નવા કેસ : વાંકાનેરના વૃઘ્ધાનું મૃત્યુ : ભાવનગર-રાજકોટ જિલ્લામાં સૌથી વધુ કેસ : કચ્છમાં જજ, મ્યુ.સભ્ય સંક્રમિત : કોઠારીયા રોડના વૃઘ્ધાએ દમ તોડયો

રાજકોટ તા.7
સૌરાષ્ટ્ર-કચ્છમાં અનલોક-2માં કોરોના વાઇરસ પણ જાણે વધુ અનલોક થયો હોય તેમ 96થી વધુ કેસ ગઇકાલે નોંધાયા હતાં. ભારે વરસાદ વચ્ચે કોરોનાનો કહેર પણ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. તો રાજકોટમાં આજે વધુ બે મૃત્યુ થતા શહેરનો મૃત્યુઆંક 12 થયો હોય તેમ સૌથી વધુ નવા 38 કેસ નોંધાયા હતા. તો રાજકોટ શહેરના ગઇકાલે 13 અને જિલ્લામાં 20, કચ્છમાં 11, જામનગરમાં 8, જૂનાગઢ અને અમરેલીમાં પ-પ મોરબીમાં ચાર કેસ નોંધાયા હતાં.

રાજકોટ સિવિલે હોસ્પિટલમાં આજે મહિલાએ દમ તોડયો હતો. કોઠારીયા રોડના દિપ્તીનગરમાં રહેતા અને તા.5/7ના રોજ દાખલ થયેલ અમરબેન ઘુસાભાઇ હુંબલનું રાત્રે મૃત્યુ થયું હતું. આજના નવા 13 કેસ અસાથે શહેરના દર્દીઓનો કુલ આંકડો 272 પર પહોંચ્યો છે. સૌરાષ્ટ્રમાં આ સાથે છ મૃત્યુ નવા થયા છે.

મોરબી જિલ્લો
મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો વધી રહ્યો છે સાથોસાથ કોરોના પોઝીટીવ દર્દીના મોતના આંકડામાં પણ ગઈકાલે વધારો થયો છે કેમ કે, અગાઉ મોરબી જિલ્લાની અંદર એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું હતું દરમિયાન ગઈકાલે વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા એક વૃધ્ધા કે જેમને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેમનું મોત નીપજ્યું છે આમ કુલ મળીને મોરબી જિલ્લાની અંદર કોરોના પોઝિટિવ બીજા દર્દીનો મૃત્યુ થયું છે. ગઈકાલે વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ મોરબી શહેરમાં સામે આવ્યા છે જેથી જીલ્લાનો કુલ આંકડો 58 થયો છે.

ગત રવિવારે મોરબી જિલ્લાના આજુબાજુના વિસ્તારમાં દિવસ દરમિયાન કુલ 12 કેસ નોંધાયા હતા જો કે, સોમવારે જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી આવતી માહિતી મુજબ સંઘવી શેરીમાં રહેતા 60 વર્ષના વૃદ્ધને પોઝિટિવ આવ્યો છે જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી તેવી જ રીતે ગઇકાલે સુથાર શેરીમાં આધેડનો કોરોના પોઝીટીવ હતો તેના 48 વર્ષના પત્નીને કોરોના પોઝીટીવ આવ્યો છે.

દરબાર ગઢ પાસે કોરોના પોઝિટિવ આવેલ 30 વર્ષના મહિલાના 31 વર્ષના પતિનો કોરોના તેમજ આ પરિવારને સંલગ્ન પરિવારના 14 વર્ષના બાળકનો કોરોના રીપોર્ટ હાલ પોઝિટિવ આવેલ છે અને બંને પોઝિટિવ કેસના વિસ્તાર પહેલેથી જ ક્ધટેન્ટમેટ ઝોન જાહેર થયેલ છે માટે અલગથી ક્ધટેન્ટનેન્ટ ઝોન જાહેર કરવાનો થતો નથી. તેવુ અધિકારીએ જણાવ્યુ છે વધુમાં અધિકારીએ કહ્યું હતું કે, ગઈકાલે મોરબીની વિવિધ આરોગ્ય સંસ્થા ખાતેથી કુલ 91 સેમ્પલ લેવામાં આવેલ હતા જે પૈકી 6 સેમ્પલ ટેકનિકલ કારણોસર રદ થયેલ છે

અને બાકીના તમામ 85 સેમ્પલ નેગેટિવ જાહેર થયેલ છે. તો વાંકાનેરની અમરનાથ સોસાયટીના 55 વર્ષના પોઝિટિવ વૃદ્ધા દર્દીનું ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત થયુ છે આ પહેલા નજીકના રવાપર ગામે રહેતા બેંકના કેશીયરનું કોરોના થયા બાદ સારવાર દરમ્યાન મોત થયુ હતુ હાલમાં જે વૃધ્ધાનું મોત થયુ છે તેઓને છેલ્લા 3 વર્ષ થી હાઇપર ટેન્શન અને હદયની તકલીફ હતી જો કે જે મહિલાનું મોત થયું છે તેના જ પરિવારના બીજા ત્રણ સભ્યોને પણ કોરોના પોઝીટીવ આવ્યો હોવાથી તેની સારવાર હાલમાં ચાલુ જ છે.

કચ્છ
રણપ્રદેશ કચ્છમાં કાબૂ બહાર જઈ રહેલી કોરોના મહામારી વચ્ચે ગઇકાલે એક સાથે 11 પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીએ જાહેર કરેલી યાદી મુજબ કોવીડ-19ના 11 દર્દીઓમાં ગાંધીધામ-રાપરના 2-2 કેસ, અંજારના 1 અને સૌથી વધારે અબડાસાના 6 પોઝીટીવ કેસનો સમાવેશ થાય છે.

ગાંધીધામના વોર્ડ 10-એમાં પ્લોટ નંબર 299માં રહેતા 24 વર્ષિય સ્મિત નવીનભાઈ મોતીવરસ, અંતરજાળના રાજનગરમાં રહેતી 21 વર્ષિય પૂનમબેન ભરતભાઈ ભીલ નામની યુવતીના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે. રાપરના અયોધ્યાપુરીમાં રહેતા નગરપાલિકા સદસ્ય 46 વર્ષિય પ્રવિણલાલ ડાહ્યાલાલ ઠક્કર અને તેમના 19 વર્ષિય પુત્ર જયકુમાર પ્રવિણલાલ ઠક્કરના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

અંજારના 48 વર્ષિય પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ પી.જે.ચૌધરીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જજ ચૌધરીની મહેસાણાની ટ્રાવેલ હિસ્ટ્રી છે અને ગાંધીધામના સ્મિતની જામનગરની ટ્રાવેલ હિસ્ટ્રી છે. અંતરજાળની યુવતીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને સંક્રમણનો સોર્સ શોધી શકાયો નથી. રાપરના બંને દર્દીને પોઝીટીવ દર્દીના સંપર્કમાંથી આવવાથી ઈન્ફેક્શન લાગ્યું છે.

અબડાસાના સાંઘીપૂરમની બવા કોલોનીમાં રહેતા 33 વર્ષિય જલાલુદ્દીન કુતુબુદ્દીન, 48 વર્ષિય બાદશાહ કાદર, 43 વર્ષિય ફિરોઝ હુસેન, 28 વર્ષિય રબીશ પશુપતિનાથ સિંઘ, 56 વર્ષિય મોહનકુમાર અને 26 વર્ષિય કિરણબેન માલાભાઈ ઝાલાના રીપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ તમામને પોઝીટીવ દર્દીના સંપર્કથી ચેપ લાગ્યો હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાંઘી કંપનીમાં અધિકારીઓની કાર ડ્રાઈવ કરતાં યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજના વધુ 11 પોઝીટીવ કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ દર્દીનો આંકડો 196 પર પહોંચી ગયો છે. જે પૈકી અત્યારસુધીમાં 116 દર્દી સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. 9 દર્દીના મોત નીપજેલાં છે જ્યારે હાલ 71 એક્ટિવ પોઝીટીવ કેસ છે.

બોટાદ
બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં 48 વર્ષના પુરૂષનો તેમજ સોની જ્ઞાતિની વાડી વિસ્તારમાં 48 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. ઉગામેડી ગામે 38 વર્ષની મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. બોટાદ શહેરના બંને પુરૂષ બહાર ગામથી આવેલ મહેમાનના કારણે સંક્રમિત થયેલ છે. જયારે ઉગામેડી ગામે મહિલાની સુરત ટ્રાવેલીંગ હિસ્ટ્રી છે. ઉપરોકત ત્રણેય વિસ્તારને કોરોન્ટાઇન તેમજ હોમ કવોરેન્ટાઇન કરવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં કુલ 34 કેસ એકટીવ છે. 76 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવેલ છે. જયારે ત્રણ દર્દીઓના મૃત્યુ થયેલ છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લાતમાં કોરોનાનો સંક્રમણ ઘીમે ઘીમે વઘી રહેલ હોય તેમ ગઇ કાલે તાલાલા તાલુકાના બોરવાવ ગામમાંથી એક પોઝીટીવ કેસ સામે આવેલ છે. જીલ્લાામાં કોરોનાની સારવાર હેઠળના સુત્રાપાડાના પીપીળવા ગામના દર્દીએ કોરોનાને મહાત આપતા રજા આપવામાં આવેલ છે. કોડીનારમાં એક વ્યકિતનું મૃત્યુ થયું છે.

તાલાળા તાલુકાના બોરવાવ ગામે રહેતો 27 વર્ષનો યુવાન કોરોના પોઝીટીવ આવેલ છે. તેની સુરતની ટ્રાવેલ હીસ્ટ્રીા હોવાનું બહર આવેલ છે. હાલ આરોગ્યવ વિભાગે તેને સારવાર હેઠળ ખસેડવા અને સંપર્કોની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ઘરી છે.

જીલ્લાોના મુખ્ય મથક વેરાવળમાં કોવીડ કેર સેન્ટારમાં સારવાર લઇ રહેલ સુત્રાપાડાના પીપળવા ગામના પ્રશાંત કાટેલીયા ઉ.વ.18 એ કોરોનાને મહાત આપી સ્વેસ્થઇ થઇ ગયો હોવાથી ગઇ કાલે રજા આપી દેવામાં આવી હતી. જીલ્લામાં અત્યાર સુઘીમાં કોરોનાના કુલ 97 કેસો સામે આવેલ છે જેમાં 71 સાજા થયેલ અને ર3 એકટીવ કેસ છે.

વરજાંગજાળીયા
વરજાંગજાળીયામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયેલ છે. ગામ લોકોને સાવચેતી રાખવા કામ સિવાય ઘર બહારના નીકળવા નાના બાળકો અને મોટી ઉમરના વડીલોનું ઘ્યાન રાખવા અપીલ કરાઇ છે.


Related News

Loading...
Advertisement