હે પ્રભુ, શહેરને કોરોના મુક્ત કરો : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યા રામનાથ મહાદેવના દર્શન

07 July 2020 01:42 AM
Rajkot
  • હે પ્રભુ, શહેરને કોરોના મુક્ત કરો : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યા રામનાથ મહાદેવના દર્શન
  • હે પ્રભુ, શહેરને કોરોના મુક્ત કરો : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યા રામનાથ મહાદેવના દર્શન

સીપી સાથે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.ગઢવી પણ હાજર રહ્યા

રાજકોટ:
શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આજે એકાએક રાજકોટના સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને સ્વયંભૂ રામનાથ મહાદેવની શિવલિંગના દર્શન કર્યા હતા. તેમની સાથે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ.ગઢવી પણ હાજર રહ્યા હતા. સીપી અગ્રવાલે અહીં પૂજન અર્ચન કર્યું હતું.

રાજકોટમાં આજે અને કાલે ધોધમાર વરસાદ પડ્યો, જેને લીધે શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદી બે કાંઠે વહી હતી. સ્વયંભૂ રામનાથ મહાદેવના ચરણ પખાલતી આજી નદીનું પાણી ઓસરતા ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે પોલીસ કમિશનરે પણ સ્વયંભૂ રામનાથ મહાદેવનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.


Loading...
Advertisement