અંતિમ વર્ષની કોલેજ - યુનિવર્સિટીની પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંત સુધીમાં યોજાઈ શકે છે : ગૃહ મંત્રાલયે છૂટ આપી

07 July 2020 01:37 AM
India
  • અંતિમ વર્ષની કોલેજ - યુનિવર્સિટીની પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંત સુધીમાં યોજાઈ શકે છે : ગૃહ મંત્રાલયે છૂટ આપી

જે પરિક્ષા નથી આપી શકે તેના માટે અલગ થી વ્યવસ્થા કરવામાં આવશે જેની જાહેરાત હવે પછી કરાશે : યુજીસીએ શૈક્ષણિક કેલેન્ડર બદલીને નવી માર્ગદર્શિકા બહાર પાડી

દિલ્હી:
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ છેલ્લા વર્ષની પરીક્ષાઓ અને શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરીને કોરોના વાયરસના પગલે યુનિવર્સિટીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. યુજીસી દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ સપ્ટેમ્બરના અંત સુધીમાં પરીક્ષાઓ લઈ શકાય છે. ઓનલાઇન માધ્યમો દ્વારા પરીક્ષાઓ લેવા માટે સંસ્થાઓ પણ સ્વતંત્રતા રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના સામે તૈયાર કરેલી SOP ના આધારે પરીક્ષાઓ લેવાશે

આ પહેલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષાઓ કરવાની મંજૂરી આપતા કેન્દ્રીય શિક્ષણ સચિવને એક પત્ર લખ્યો હતો. ગૃહમંત્રાલયે તેના પત્રમાં કહ્યું છે કે યુજીસીની માર્ગદર્શિકા મુજબ યુનિવર્સિટીઓએ અંતિમ વર્ષ / સેમેસ્ટરની પરીક્ષાઓ લેવી ફરજિયાત છે. પરીક્ષાઓ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ લેવાવી જરૂરી છે.


Related News

Loading...
Advertisement