દિલ્લીમાં AIIMSના ચોથા માળેથી કૂદીને કોરોના સંક્રમિત પત્રકારે કરી આત્મહત્યા

07 July 2020 12:08 AM
India
  • દિલ્લીમાં AIIMSના ચોથા માળેથી કૂદીને કોરોના સંક્રમિત પત્રકારે કરી આત્મહત્યા
  • દિલ્લીમાં AIIMSના ચોથા માળેથી કૂદીને કોરોના સંક્રમિત પત્રકારે કરી આત્મહત્યા

નવી દિલ્હી :દિલ્હી એઇમ્સના ટ્રોમા સેન્ટરના ચોથા માળેથી એક કોરોના દર્દીએ કૂદીને આત્મહત્યા કરી હતી. તેને ગંભીર હાલતમાં આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો પરંતુ તેઓએ સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. તે વ્યવસાયે પત્રકાર હતા અને હિન્દીના એક અખબારમાં કામ કરતો હતા. દિલ્હી પોલીસે આ માહિતી આપી હતી. જો કે, આ પગલું ભરવા માટેનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.

પોલીસને મળેલી માહિતી મુજબ બપોરે 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. દર્દીને 24 જૂનથી એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તે દિલ્હીના ભજનપુરાનો રહેવાસી હતો. તાજેતરમાં જ તેની બ્રેઇન ટ્યુમરની સર્જરી પણ કરાઈ હતી.

આવા ઘણા કેસો પણ નોંધાયા છે જેમાં કોરોનાના ડરથી લોકોએ આત્મહત્યા કરી છે. ઉત્તર પ્રદેશમાં આવા સાત કેસ થયા છે. માર્ચ મહિનામાં ઉત્તરપ્રદેશમાં ચાર લોકોએ આત્મહત્યા કરી હતી. આવી જ રીતે અંબાલા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ એક દર્દીએ નસ કાપીને આત્મહત્યા કરી હતી.


Related News

Loading...
Advertisement