દક્ષિણ જાપાનમાં 3 દિવસ ભારે વરસાદ, પૂરમાં 49 લોકોનાં મોત

06 July 2020 11:57 PM
India
  • દક્ષિણ જાપાનમાં 3 દિવસ ભારે વરસાદ, પૂરમાં 49 લોકોનાં મોત
  • દક્ષિણ જાપાનમાં 3 દિવસ ભારે વરસાદ, પૂરમાં 49 લોકોનાં મોત

ટોક્યો: દક્ષિણ જાપાનમાં ત્રણ દિવસથી ભારે વરસાદ અને પૂરથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સોમવારે વધીને 49 થઈ ગઈ છે, જેમાં રિવરફ્રન્ટ નર્સિંગ હોમમાં પાણી ભરાતા 14 લોકો ડૂબી ગયા છે.

સેનાના જવાનો અને અન્ય બચાવ ટીમોએ કુમા નદીના કાંઠે કાદવ અને કાટમાળ વચ્ચે પોતાનું કામ કર્યું, જ્યાં ઘણા મકાનો અને ઇમારતો સંપૂર્ણપણે ડૂબી ગઈ છે. હવામાન એજન્સીએ ઉત્તરીય ક્યુશુમાં ત્રણ પ્રીફેક્ચર્સમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી.

આ આઇલેન્ડનો દક્ષિણ વિસ્તાર સપ્તાહના અંતમાં ભારે વરસાદથી ડૂબી ગયો હતો. કુમામોટો સિટીમાં, 5 લાખથી વધુ લોકોને ઘર છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. કુમામોટો શહેરમાંથી 49 લાશ મળી આવી છે. મૃતકોમાં કુમા નદીની બાજુમાં આવેલા નર્સિંગ હોમના 14 વડીલોનો સમાવેશ થાય છે.

ઘણા લોકોને હેલિકોપ્ટર અને બોટ દ્વારા કુમામોટોથી શહેર માંથી બહાર કાઢવામાં આવ્યા છે. સંરક્ષણ દળ, કોસ્ટગાર્ડ અને ફાયર વિભાગના 40,000 થી વધુ જવાનો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. પૂર અને જમીનની ઘટને કારણે સંજુિયન કેર સેન્ટરમાં રહેતા 65 જેટલા લોકો અને તેમની સંભાળ રાખતા 30 લોકો ત્યાં ફસાયા હતા.

ત્યાર પછી ત્યાં ફસાયેલા બાકીના 51 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક રાફ્ટિંગ કંપનીના સંચાલક શિગમિસ્ટોએ સરકારના પ્રસારણકર્તા એનએચકેને જણાવ્યું હતું કે કુલ 18 લોકો માર્યા ગયા છે જ્યારે 16 લોકોના મોતની આશંકા છે. અન્ય 14 લોકો રવિવાર બપોર સુધી ગુમ હતા. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી અનુસાર ઘણા લોકો હજી પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે અને મદદની રાહ જોઇ રહ્યા છે.


Related News

Loading...
Advertisement