સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં સંજય લીલા ભણશાળીની પોલીસે પુછપરછ કરી

06 July 2020 06:00 PM
Entertainment India
  • સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં સંજય લીલા ભણશાળીની પોલીસે પુછપરછ કરી

બે ફિલ્મો ઓફર કર્યા બાદ સુશાંતને ફિલ્મમાંથી કાઢી મુકયાનો ભણશાળી સામે આરોપ

મુંબઈ તા.6
બોલીવુડ એકટર સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે ફિલ્મ મેકર સંજય લીલા ભણશાળીને પુછપરછ માટે બોલાવતા ભણશાળી બાંદ્રા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જયાં પોલીસે તેની પુછપરછ કરી હતી.

ભણશાળી પોતાના લીગલ ટીમ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ભણશાળી પોલીસ સ્ટેશનમાં માસ્ક લગાવેલા નજરે પડયા હતા.

મળતી માહિતી મુજબ સુશાંતસિંહને બે વખત સુશાંતસિંહને સંજય લીલા ભણશાળીએ ફીલ્મોની ઓફર કરી હતી અને બે વાર ફીલ્મમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો જેના કારણે તે ડિપ્રેસનમાં હતો. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સંજય લીલા ભણશાળીએ સુશાંતને ‘રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફીલ્મો ઓફર કરી હતી.

‘રામલીલા’ સમયે સુશાંત યશરાજ બેનરની ફીલ્મમાં વ્યસ્ત હતો. તેથી તેણે સંજય લીલા ભણશાળીની બાજીરાવ મસ્તાની ફીલ્મ સ્વીકારી નહોતી. ઉલ્લેખનીય છે કે ફીલ્મ માટે સુશાંતે સાત મહિનાની તાલીમ લીધી હતી. આ ફીલ્મનું નિર્દેશન શેખરકપુર કરવાના હતા. માનવામાં આવે છે કે પોલી આ જ કારરોસર સંજય લીલા ભણશાળીની પુછપરછ કરવા માંગતી હતી કે સુશાંત શા માટે આ ફીલ્મમાં કામ ન કરી શકયો.

ઉલ્લેખનીય છે કે બિહારના વકીલ સુધીરકુમાર ઓઝાએ સંજય લીલા ભણશાળી ઉપરાંત કરણ જોહર, આદીત્ય ચોપરા, સાજીદ નડીયાદવાળા, ભૂષણકુમાર, એકતાકપુર સામે કેસ કર્યો હતો. ઓઝાએ આક્ષેપ કર્યો હતો કે આ લોકોએ જાણી જોઈને સુશાંતની ફીલ્મ રિલીઝ નહોતી થવા દીધી. ઓઝાના મતે ઓપ સાબીત થાય તે તમામને 10 વર્ષની જેલ સજા થઈ શકે.

આ કેસમાં ‘પાની’ ફિલ્મના નિર્દેશક શેખરકપુરનું નિવેદન લેવામાં આવ્યું છે. કંગનાને પણ પોલીસ બોલાવી શકે છે. કંગનાએ આક્ષેપ કર્યો હતો કે બોલીવુડના નેપોટીઝમના કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી.


Related News

Loading...
Advertisement