કાંગશિયાળીમાં દંપતિને ચાર શખ્સોએ લાકડી વડે મારમાર્યો

06 July 2020 05:58 PM
Rajkot Saurashtra
  • કાંગશિયાળીમાં દંપતિને ચાર શખ્સોએ લાકડી વડે મારમાર્યો

કોઠારીયા સોલવન્ટના રામનગરમાં યુવાન પર ધોકાથી હુમલો

રાજકોટ તા 6
લોધિકા તાલુકાના કાંગશીયાળીમાં દંપતીને ચાર શખ્સોએ લાકડી વડે મારમારતા બંનેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ કાંગશિયાળીમાં રહેતા વાલજી ભીખાભાઇ ચાવડા (ઉ.વ 42) તથા તેમના પત્ની મીનાબેન (ઉ.વ 35) પર સાંજના પાડોશમાં રહેતા પ્રવીણાબેન,દિપક, નિકુલ, દિવ્યેશ સહિતનાએ લાકડી વડે મારમારતા બંનેને માથાના ભાગે ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય એક બનાવ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલા રામનગર 4 માં રહેતા હિંમત મોહનભાઇ પરમાર (ઉ.વ 29) પર જેન્તી પરમાર તેની પત્ની તેમજ બે દીકરાઓએ મળી ધોકા વડે મારમારતા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


Related News

Loading...
Advertisement