સપ્લાયર વીરેન્દ્ર પાસેથી 50 જેટલા કોલેજીયન છાત્રો ગાંજો ખરીદતા’તા

06 July 2020 05:56 PM
Rajkot Saurashtra
  • સપ્લાયર વીરેન્દ્ર પાસેથી 50 જેટલા કોલેજીયન છાત્રો ગાંજો ખરીદતા’તા

વીરેન્દ્ર ઉર્ફે મહાદેવ પાસે કોલેજીયન છાત્રોનું મોટું નેટવર્ક:વિદ્યાર્થીઓ પાસેથી ચારગણી રકમ વસુલવામાં આવતી:સોશિયલ મીડિયાના ગ્રુપમાં અન્ય બે સપ્લાયરના મોબાઈલ નંબર ફરતા થતા પોલીસે કોલ ડિટેઇલના આધારે તપાસ આદરી:રિમાન્ડ માટે તજવીજ

રાજકોટ,તા.6
રાજકોટ એસઓજીનાં પીઆઈ આર.વાય.રાવલ અને તેની ટીમે બાતમીને આધારે પર્ણકુટી સોસાયટી મેઈન રોડ ઉપર શ્રી કોલોની ચોક તરફ રોડ પર એકટીવામાં ત્રીપલ સવારીમાં રહેલા ત્રણ શખ્સો અને તેની સાથે એક એકટીવા ચાલક શંકાસ્પદ હાલતમાં જણાતા તેઓને અટકાવી પુછપર કરતાં તેણે પોતાનું નામ વિરેન્દ્ર ઉર્ફે મહાદેવ ચંદુભાઈ દેસાઈ(રહે. ગાંધીનગર સોસાયટી, ગાંધીગ્રામ) અને તેની સાથે ના ત્રણ છાત્રો જામનગર રોડ, ઘંટેશ્વર રવીલા બી-12માં 2હેતો કેયુર રજનીકાંત વાઘેલા(કોળી) (ઉ.વ.18) મંગળા રોડ, મનહર પ્લોટ, શેરી.12/15 શ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નં. 101માં રહેતો જતીન કિશો2ભાઈ પંચાસરા23) અને મનહર પ્લોટ-11માં રહેતા કિશન અશોકભાઈ વાઘેલા (ઉ.વ.22)ની રૂ.266 નો 44 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી હતી.

કેયુર આત્મીય કોલેજમાં,જતીન ક્રાઈસ્ટ કોલેજમાં અને કિશન વાઘેલા આર.કે.યુનિવર્સિટી(ત્રંબા)માં અભ્યાસ કરે છે.ત્રણેય કોલેજીયન છાત્રો ગાંજા પીવાના રવાડે ચડી ગયા હતા અને ગાંધીગ્રામના વીરેન્દ્ર ઉર્ફે મહાદેવ પાસેથી ઘણા સમયથી ગાંજો ખરીદી કરતા હતાં.ગઈકાલે આ ચારેયનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ ચારેય ની મલાવીયા પોલીસ મથકના સ્ટાફે ધરપકડ કરી હતી.આજરોજ તેઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસને વીરેન્દ્ર પાસે થી જાણવા મળ્યું હતું કે,વીરેન્દ્ર છેલ્લા એક બે વર્ષથી ગાંજો કોલેજીયન છાત્રો ને વેચતો હતો. વીરેન્દ્રનો મોબાઈલ નંબર પણ કોલેજીયન છાત્રોના વ્હોટ્સેપ ગ્રુપમાં ફરતો હતો.જેને લીધે વીરેન્દ્ર મોટાભાગે છાત્રો ને જ ગાંજો વહેંચતો હતો અને અને છાત્રો બંધાણી થઈ જતા તેઓ અન્ય મિત્રો ને પણ વીરેન્દ્ર પાસે થી જ ખરીદવા આગ્રહ રાખતા હતા.

વીરેન્દ્ર પાસેથી 50 જેટલા છાત્રો ગાંજો ખરીદતા હોવાનું જાણવા મળી રહ્યું છે.વીરેન્દ્ર એ અન્ય કોલેજ ના નામ પણ આપ્યા છે તેના છાત્રો પણ ગાંજો ખરીદતા હતા. કોલેજના વિદ્યાર્થીઓના એક સોશિયલ મીડિયાના ગ્રુપમાં એક બે ગાંજાના સપ્લાયરના નંબર પણ ફરતા હોવાનું માલુમ પડ્યું છે અને ગાંજા ની બમણી રકમ વસુલ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી છે.


Related News

Loading...
Advertisement