રાજકોટમાં પણ ચા-પાનની દુકાનો પર કમિશનરની વોચ

06 July 2020 05:42 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં પણ ચા-પાનની દુકાનો પર કમિશનરની વોચ

ચા- પાનની દુકાને ટેક અવેનું ચુસ્તપણે પાલન થવું જ જોઈએ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાઈ: મનોજ અગ્રવાલ: કોરોનાના સંક્રમણને અટકાવવા લોકો પણ સ્વયં શિસ્તતા રાખી જરૂરી કામ વગર બહાર નીકળવાનું ટાળે: કમિશનરની અપીલ: રાત્રીના 10 બાદ બહાર નિકળનારા સામે પોલીસ ગુનો નોંધશે

રાજકોટ તા 6
શહરેમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા લોકોએ સતર્ક રહેવું ખુબજ જરૂરી છે. ત્યારે રાજકોટ શહરેમાં ચા - પાનની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે પોલીસ કમિશનરે સ્પષ્ટ તાકીદ કરી છે.દુકાનોે ટેક અવેના નિયમનું ચુસ્તતાથી પાલન નહીં કરાઈ તો પોલીસ ગ્રાહક અને દુકાનદાર બંને સામે દંડનીય કાર્યવાહી કરશે.

રાજકોટમાં કોરોનાન કેસો સતત વધી રહ્યા છે. શહરેમાં કુલ 232 કેસ નોંધાયા છે.અને 10 ના કોરોનાથી મોત પણ થઈ ચૂક્યા છે.શહરેમાં અઠવાડિયા દરમિયાન 73 કેસ સામે આવ્યા છે. ગઈકાલ રવિવારે એક જ દિવસમાં 22 કેસ નોંધાયા હતાં.

રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન ગંભીર બની રહી હોવાછતાં લોકો નિયમનું પાલન કરવા તૈયાર નથી.ચા - પાનની દુકાનો પર હજુ લોકોની ભીડ જામેલી જોવા મળે છે.ત્યારે આ બાબતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાઈ.ચા- પાનની દુકાનો પર પોલીસની ખાસ નજર રહેશે.

ચા- પાનની દુકાનોએ ગ્રાહકોએ ટેક અવેના નિયમનું ગંભીરતાથી પાલન કરવું પડશે. ચા- પાન, ફાકી લઈ ગ્રાહકે તાકીદે દુકાનેથી ચાલ્યા જવાનું રહેશે.જો લોકો અહીં ટોળે વળી ઉભેલા દેખાશે તો પોલીસ તુરંત કાર્યવાહી કરશે.ગ્રાહકો સાથે દુકાનદારને પણ દંડ કરવામાં આવશે.

આ ઉપરાંત રાત્રીના પણ કરફ્યુનો કડકાઈથી અમલ કરાવવામાં આવશે.રાત્રે દશ વાગ્યા બાદ અત્યંત જરૂરી કામ વગર બહાર નિકનારા સામે પોલીસ સીધો જ ગુનો નોંધશે.અને કોઈપણ સ્થળે જાહેરમાં ચાર કે તેથી વધુ લોકો સાથે જોવા મળશે તો તેની સામે કાર્યવાહી કરાશે.જાહેરમાં માસ્ક વગર બહાર નિકનારને દંડવામાં આવશે.

પોલીસ કમિશનરે અંતમાં શહેરના લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે,લોકો કોરોનાના સંક્રમણને અટકવવા સ્વયં શિસ્ત દાખવી જરૂરી કામ વગર ઘર બહાર નિકવાનું ટાળે, જાહેરમાં માસ્ક વગર ન નીકળે સહિતના નિયમનું પાલન કરે.


Related News

Loading...
Advertisement