પીપળીયા પાસે ટ્રકમાં ભુસાની આડમાં છુપાવેલો 32.28 લાખનો દારૂ મળ્યો!

06 July 2020 05:37 PM
Rajkot Saurashtra
  • પીપળીયા પાસે ટ્રકમાં ભુસાની આડમાં છુપાવેલો 32.28 લાખનો દારૂ મળ્યો!

ભુસાની બોરી નીચેથી 660 પેટી દારૂ કુવાડવા પોલીસે શોધી કાઢ્યો: ટ્રકચાલક રાજસ્થાની શખ્સ ઝડપાયો:રૂા.47.34 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા 6
કુવાડવા રોડ પર આવેલા પીપળીયા ગામે પોલીસે ઉત્તર પ્રદેશના પાસિંગના ટ્રકમાંથી ભુસા નીચે છુપાવેલો 32.28 લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે દારૂના આ જથ્થા સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો કોણે સ્પલાય કર્યો હતો તેમજ કોણે મંગાવ્યો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ કુવાડવા પોલીસ મથકના પી.આઈ એમ.સી.વાળાની રાહબરીમાં પી.એસ.આઈ બી.પી.મેઘલાતર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન કોન્સ્ટેબલ મનીષભાઈ પોલાભાઈ ચાવડા, રાજેશભાઇ ચાવડા અને રઘુવીર ઇશરાણીને મળેલી ખાનગી બાતમીના આધારે પીપળીયા ગામ પાસે શીતળામાતાના મંદિર પાસે ટ્રક ન. યુપી 51 ટી 7036 ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ભુસાની બોરીઓની આડમાં છુપાવેલી દારૂની 670 પેટી કિ. રૂ 32,28,000 મળી આવી હતી જેથી પોલીસે ટ્રકચાલક નવાબખાન ખાનુખાન ભાઈખાન રાજડ (ઉ.વ 40)(રહે.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી લીધો હતો.

પોલીસે દારૂનો જથ્થો ટ્રક, મોબાઇલ સહિત કુલ રૂ.47,34,270 નો મુદામાલ કબ્જે કરી આરોપી દારૂ ક્યાંથી લાવ્યો હતો? તેમજ કોને આપવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement