રાજકોટમાં ‘ટાઢક’ થતાં દારૂની રેલમછેલ: રૂા.52.67 લાખનો દારૂ ઝડપાયો

06 July 2020 05:35 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં ‘ટાઢક’ થતાં દારૂની રેલમછેલ: રૂા.52.67 લાખનો દારૂ ઝડપાયો
  • રાજકોટમાં ‘ટાઢક’ થતાં દારૂની રેલમછેલ: રૂા.52.67 લાખનો દારૂ ઝડપાયો
  • રાજકોટમાં ‘ટાઢક’ થતાં દારૂની રેલમછેલ: રૂા.52.67 લાખનો દારૂ ઝડપાયો
  • રાજકોટમાં ‘ટાઢક’ થતાં દારૂની રેલમછેલ: રૂા.52.67 લાખનો દારૂ ઝડપાયો
  • રાજકોટમાં ‘ટાઢક’ થતાં દારૂની રેલમછેલ: રૂા.52.67 લાખનો દારૂ ઝડપાયો
  • રાજકોટમાં ‘ટાઢક’ થતાં દારૂની રેલમછેલ: રૂા.52.67 લાખનો દારૂ ઝડપાયો

કુવાડવા રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે રૂા.18.71 લાખની 4728 બોટલ દારૂનો જથ્થા સાથે એકને ઝડપ્યો: પંજાબથી આવેલા ટ્રકમાં તેલના ખાલી ડબ્બા પાછળ દારૂનો મોટો જથ્થો છુપાવ્યો’તો: દારૂ કોણે મંગાવ્યો? તપાસનો ધમધમાટ : કુવાડવા રોડ રૂડા-3 પાસે દારૂના કટીંગ વેળાએ યુનિવર્સિટી પોલીસે દરોડા પાડી રૂા.1.08 લાખની 270 દારૂની બોટલ કબ્જે કરી ત્રણને ઝડપ્યા: એકનું નામ ખુલ્યું

રાજકોટ તા.6
રાજકોટમાં સર્વત્ર વરસાદથી ટાઢક પ્રસરી ગઈ છે અને આ વરસાદમાં પોલીસનું પેટ્રોલીંગ ઓછુ હોવાના વિચાર સાથે બુટલેગરો આંતર રાજયોમાંથી દારુની હેરાફેરી શરૂ કરી હતી ત્યારે રાજકોટ પોલીસે સુઝબુજથી પેટ્રોલીંગ વધારી અને બાતમીના આધારે અલગ-અલગ જગ્યાએ છ દારુના દરોડા પાડી રૂા.23,39,200 લાખના દારુની 5958 બોટલ કબ્જે લઈ કુલ રૂા.38.49 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. તમામ દરોડામાં થઈને સાતેક આરોપીની ધરપકડ કરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવીની રાહબરીમાં પીએસઆઈ એ.એસ.સોનારા, સમીરભાઈ શેખ, અનિલભફાઈ સોનારા તેમજ અજીતસિંહ પરમાર સહિતનાં સ્ટાફે બાતમીનાં આધારે મધરાત્રે કુવાડવા રોડ પર ચાંદની નોનવેઝ નામની હોટેલ સામે હાઈવે પર વોચ ગોઠવી એમ.એચ.04 એચ.વાય.9610 નંબરના આયસર ચાલક સિંદરપાલસિંગ ચાંદસિંગ સરા (જાટ) (રહે. કબરવછા ગામ પંજાબ)ને ઝડપી લીધો હતો અને આયસરની તલાસી લેતા પ્રથમ તો અંદર તેલના ખાલી ડબ્બા નજરે પડયા હતા. તેલનાં 498 જેટલાં ડબ્બાની પાછળ સિફતપૂર્વક રૂા.18.71 લાખની કિંમતનો 4728 બોટલ વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રૂા.28,80,780 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી પંજાબના ટ્રક ચાલકને તેલના ખાલી ડબ્બાની આડમાં છુપાયેલો દારુનો જથ્થો રાજકોટના બુટલેગરે મંગાવ્યો હતો અને રાજસ્થાનની બોર્ડર વિસ્તારમાંથી સોંપવામાં આવ્યો હતો. દારુ કોણે મંગાવ્યો હતો? એ અંગે આરોપીની પુછપરછ આદરી છે.

બીજા દરોડામાં, એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયાની ટીમના પીએસઆઈ એમ.એસ.અંસારી, વિજેન્દ્રસિંહ ઝાલા, ફીરોઝભાઈ રાઠોડ સહિતનાં સ્ટાફે બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે જલાલશાપીરની દરગાહથી આગળ જઈ રહેલી શંકાસ્પદ જીજે10 ટીટી 6674 નંબરની જાયલો કારનો પીછો કરતા ચાલક કારને રેઢી મુકી પલાયન થયો હતો ત્યારે કારની ચલાસી લેતા તેમાંથી રૂા.2.10 લાખની 600 દારુની બોટલ કબ્જે કરી હતી. પોલીસે કાર અને દારુના જથ્થા સહીત કુલ રૂા.5.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે તેમજ કારના નંબરને આધારે કાર ચાલકની શોધખોળ આદરી છે.

ત્રીજા દરોડામાં ભક્તિનગર પોલીસ મથકનાં પીઆઈ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઈ પી.બી.જેબલીયા, વિક્રમભાઈ ગમારા, સલીમભાઈ, દેવાભાઈ ધરજીયા સહીતના સ્ટાફે બોલબાલા માર્ગ પરથી જી.જે.03 ડી.જી. 9908 નંબરની સેવરોલેટ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા.1,05,600ની 264 બોટલ કબ્જે લઈ આરોપી કરણ વિનુસિંહ રાઠોડ (રહે. ભોગીલાલની ચાલી, મકાન નં. એ.170/72, આસરવા સિવિલ રોડ, અમદાવાદ મુળ ઉંડણી ગામ તા.વડનગર, મહેસાણા) અને જયસન રસીક સાવલીયા (રહે. સ્વાતી પાર્ક, કોઠારીયા મેઈનરોડ, રાજકોટ)ની ધરપકડ કરી કુલ રૂા.2.56 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

ભાવનગર પોલીસે પાડેલા અન્ય દરોડામાં જંગલેશ્વર મેઈનરોડના કોલોની શેરી નં.2નાં જીજે03 5517 નંબરની મારૂતી ફ્રન્ટી કાર રેઢી પડી હોવાની બાતમી મળતાં કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડા અને દિવ્યરાજસિંહ ઝાલા સહીતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તલાસી લેતા રૂા.14,400ની 36 દારૂની બોટલ સહિત કુલ રૂા.54,400નો મુદામાલ કબ્જે કર્યો છે તેમજ ભક્તિનગર પોલીસનાં મૈસુરભાઈ કુંભારવાડીયા અને રાજેશભાઈ બસીયા સહિતનાં સ્ટાફે કોઠારીયા મેઈનરોડ ફાયર સ્ટેશનની પાસે જલારામ ફરસાણની બાજુની ઓરડીમાંથી રૂા.30 હજારની 60 દારુની બોટલ કબ્જે લઈ આરોપી છોટુ ઉર્ફે પરેશ નાનજીભાઈ રાઠોડ (રહે. સહકાર સોસાયટી શેરી નં.8)ની ધરપકડ કરી હતી.

અન્ય દરોડામાં કાલાવડ રોડ પર આવેલા રૂડા-3 પાસે દારૂનું કટીંગ થતું હોવાની બાતમીને આધારે યુનિવર્સિટી પોલીસ મથકનાં પીઆઈ આર.એસ.ઠાકરની રાહબરીમાં ડી સ્ટાફ પીએસઆઈ એમ.વી.રબારી, મહેન્દ્રસિંહ ડોડીયા, રાજેશભાઈ મિયાત્રા અને હરપાલસિંહ સહિતનાં સ્ટાફે રૂા.1.08 લાખની 270 બોટલ સાથે રામનાથપરા શેરી નં.18માં રહેતા સીરાજ યુસુફ મુલીયા, રાજનગર મેઈનરોડ ચંદ્રેશનગર શેરી નં.4માં રહેતા વિકી ઉર્ફે વનરાજ ઉર્ફે કનૈયાચંદ્રસિંહ ડોડીયા અને દેવાંગ નરોતમગીરી ગોસ્વામી (રહે. રામનાથપરા)ની ધરપકડ કરી હતી. ત્રણેયની સઘન પુછપરછ કરતાં દારુનો જથ્થો હરીયાણાના દીપુસિંગ ઉર્ફે દીપકભાઈએ આપ્યો હોવાની કબુલાત આપી હતી. આરોપી સિરાજ અગાઉ ભક્તિનગર પોલીસમાં દારુ અને ગાંધીગ્રામમાં અપહરણનાં ગુન્હામાં પકડાઈ ચૂકયો છે.


Related News

Loading...
Advertisement