અબડાસામાં 30000 પાટીદારોએ ધોકો પછાડયો: લીંમડીમાં કોળી ચહેરાની માંગ: ગઢડામાં આત્મારામે ઉતાવળ કરી!

06 July 2020 04:58 PM
Ahmedabad Gujarat
  • અબડાસામાં 30000 પાટીદારોએ ધોકો પછાડયો: લીંમડીમાં કોળી ચહેરાની માંગ: ગઢડામાં આત્મારામે ઉતાવળ કરી!

પક્ષે કોંગ્રેસમાંથી આવેલા મુરતીયાઓને અનેક બેઠકોથી અલગ રાખ્યા : આજે મુખ્યમંત્રી સમક્ષ ભાજપના નિરીક્ષકો રીપોર્ટ કરશે: આઠમાંથી પાંચ બેઠકોની ચિંતા વધુ: મંગળ ગામીત પણ હવે લડવા માંગે છે

રાજકોટ: ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીમાં આગળ વધી રહેલા ભાજપે ગત શનિવારે તેના નિરીક્ષકોને આ બેઠકો માટેનું પ્રાથમીક ચીત્ર મેળવવા અને કાર્યકર્તાઓનો મૂડ જાણવા મોકલ્યા હતા. તેઓએ તેમનો રીપોર્ટ તૈયાર કર્યો છે અને આજે સાંજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મંત્રી શ્રી ભીખુભાઈ દલખાણીયા સમક્ષ રજુ થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આઠમાંથી ઓછામાં ઓછી પાંચ બેઠકો પર કોંગ્રેસના રાજીનામુ આપ્નાર ધારાસભ્યોને ઉમેદવાર બનાવવાના છે અને પક્ષમાં તેની સામે વિરોધ છે. નિરીક્ષકોએ પક્ષના કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં અલગ અલગ રીતે નિશ્ર્ચિત કરેલા ધોરણો મુજબ અલગ અલગ મળ્યા હતા અને તેઓ કેટલીક બેઠકોમાં કોંગ્રેસમાંથી આવેલા અને સંભવિત ઉમેદવારને હાજર રખાયા ન હતા.

પક્ષના ટોચના નેતાઓ માહિતી આપતા કચ્છના અબડાસામાં જે રીતે કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાને ભાજપ ચૂંટણી લડાવશે તે નિશ્ર્ચિત છે તેમાં અહીના 30000 પાટીદાર મતદારોએ તેઓને વિશ્ર્વાસમાં લેવાતા નહી હોવાનો આરોપ છે. મોરબીમાં તમામ સ્થાનિક નેતાઓ બ્રીજેશ મેરજાની સાથે નથી તો ગઢડામાં કાર્યકર્તાઓની સેન્સ કે મોવડીઓની કોઈ સમીક્ષા વગર આત્મારામ પટેલે દાવો કર્યો કે તેની સામે કેટલાક ટોચના નેતાઓએ વિરોધ કર્યો છે.

ધારીમાં જો કે એક તબકકે દિલીપ સંઘાણીનું નામ હતું પણ તેઓએ પોતે ઉમેદવાર નથી તે સ્પષ્ટતા કરી છે તો ડાંગમાં મંગળભાઈ ગામીત જેઓ હજુ ભાજપમાં ભળ્યા નથી. તેઓએ હવે ટિકીટનો ધોકો પછાડયો છે. લીંબડીમાં પણ સામરભાઈ પટેલના સ્થાને ભાજપ્ના નેતાઓ કિરીટસિંહ રાણાનું નામ વહેતુ કર્યુ છે પણ કોળી સમાજે આ બેઠક તેમના સમાજના ચહેરાને અપાય તેવી માંગ કરી છે. આમ ભાજપે જેવું સરળ ધાર્યુ હતું તેવું નથી તે ચિત્ર ઉપસી રહ્યું છે. ભાજપ્ના નિરીક્ષકોએ આપણે નકમળથને ચુંટવાનું છે તેવું જણાવી ઉમેદવારો મોવડી પસંદ કરશે તેવો સંકેત આપી દીધો છે. હવે આજની બેઠકમાં જે ચીત્ર રજુ થશે તેના પરથી આગામી વ્યુહ નકકી થઈ શકે છે.


Related News

Loading...
Advertisement