ગુજરાતમાં 700 કેસ ન્યૂ નોર્મલ : હવે 800ની ચિંતા

06 July 2020 04:47 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં 700 કેસ ન્યૂ નોર્મલ : હવે 800ની ચિંતા

છેલ્લા એક સપ્તાહમાં સરેરાશ રોજ 675 કેસ નોંધાયા

ગુજરાતમાં લોકડાઉન પછી એક તરફ અમદાવાદમાં પોઝીટીવ કેસ ઘટ્યા હતા પરંતુ ફરી એક વખત રાજ્યમાં કોરોનાએ માથુ ઉંચક્યું છે અને વધુ વિસ્તારમાં ફેલાયો છે હવે મીની લોકડાઉન જેવી પણ ચિંતા થઇ રહી છે તો વેપારી સંગઠનો પણ પોતાના ધંધા-વેપારનો સમય ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતમાં રવિવારે 725 કેસ નોંધાયા જેની સાથે રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં આ સૌથી વધુ પોઝીટીવ હતાં. ગુજરાતમાં 500 કે તેથી વધુ કેસ 17 દિવસ સુધી નોંધાયા, 600 કે તેથી વધુ 7 દિવસ સુધી નોંધાયા અને હવે 700 કેસનો નવો આંકડો થયો છે. રાજ્યમાં આ સાથે ગત સપ્તાહે કુલ 4,726 નવા કેસ નોંધાયા અને તે રોજ સરેરાશ 675 કેસ દર્શાવે છે. જોકે રાજ્યમાં મૃત્યુ દરને નીચો રાખવામાં સફળતા મળી છે અને રવિવારે પણ 18 મૃત્યુ નોંધાયા હતા જેના કારણે કુલ 1945 લોકોના મોત થયાં છે. જો કે સુરત એ ચિંતાનો વિષય બની ગયો છે. અને તેના કારણે આ મહાનગરમાં વેપાર-ઉદ્યોગમાં પણ કેટલાક પ્રતિબંધો અથવા તો ચોક્કસ સમય પાલન આવી શકે છે.


Related News

Loading...
Advertisement