રિટર્ન ફાઈલ કરવાની મુદત ફરી એક વખત વધારવી પડે તેવી શક્યતા

06 July 2020 04:33 PM
Ahmedabad Gujarat
  • રિટર્ન ફાઈલ કરવાની મુદત ફરી એક વખત વધારવી પડે તેવી શક્યતા

સરકારે હાલમાં જ આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાની મુદત લંબાવી છે તથા વિલંબથી ભરાતા રિટર્નમાં દંડ તથા વ્યાજની જોગવાઈમાં પણ રાહત આપી છે પરંતુ જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેથી બેન્કીંગ અને કોર્પોરેટ ક્ષેત્રના નિષ્ણાંતો માને છે કે કદાચ આ વર્ષે ડીસેમ્બર સુધીમાં પણ આવકવેરાના રિટર્ન ફાઈલ થઇ શકે તેવી સ્થિતિ દેખાતી નથી. આવકવેરા વિભાગ દ્વારા હાલમાં જ છ પ્રકારની નવી તારીખો આપવામાં આવી છે. પરંતુ હજુ બહુ થોડા કોર્પોરેટ સિવાયની કામગીરી પાટા પર ચડી નથી સરકારે રુા.1 લાખ સુધીની કર જવાબદારી ધરાવતા લોકોને તેનું પેમેન્ટ ચૂકવવા માટે 30 નવેમ્બરની મુદત આપી છે પરંતુ માનવામાં આવે છે કે તે ગાળા દરમિયાન પણ લોકો પાસે ટેક્સ ભરવાના નાણાં હશે કે કેમ તે પ્રશ્ન છે અને સરકાર બે વર્ષના રિટર્ન ક્લબ પણ કરી શકે છે.હાલની જે સ્થિતિ છે તે જોતા હાલમાં ભાગ્યે જ કોઇ વિકલ્પ છે.


Related News

Loading...
Advertisement