રણવીરસિંહના બર્થ-ડે નિમિતે તેની ફેન કલબે ડોનેટ કર્યા કોમ્પ્યુટર્સ

06 July 2020 01:52 PM
Entertainment India
  • રણવીરસિંહના બર્થ-ડે નિમિતે તેની ફેન કલબે ડોનેટ કર્યા કોમ્પ્યુટર્સ

મુંબઈ
રણવીરસિંહના આજે બર્થ-ડેના અવસરે તેની ફેન કલબે જરૂરતમંદ બાળકોને ભણાવતી સ્કુલસે કમ્પ્યુટર્સ ડોનેટ કર્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં સિકંદારી ગામમાં આવેલી સ્કુલને કમ્પ્યુટર્સ આપવાની સાથે જ સ્કુલની દીવાલને કલર કરવામાં આવશે. સાથે જ બાળકો માટે ઈન્ડોર ગેમ્સ પણ આપવામાં આવશે. 2015થી એકટીવ આ ફેન કલબ દર વર્ષે પોતાના આ ફેવરીટ સ્ટારના બર્થ-ડેમાં જરૂરતમંદોને મદદ કરે છે. હાલમાં તેમણે રણવીર ગ્રામ પ્રોગ્રામ શરૂ કર્યો છે.

એ વિશે આ ફેન કલબ સાથે જોડાયેલા અથર્વ ખેંડેકરે કહ્યું હતું કે તમે જેમ જાણો છો એમ રણવીરની ફેન કલબ હંમેશાથી જરૂરતમંદ લોકો અને બાળકોની મદદ કરે છે. આ વખતે અમે ગ્રામીણ વિસ્તારમાં રહેતાં એવાં બાળકોની મદદ કરવા માંગીએ છીએ જેમને હાઈ કલાસ એજયુકેશન નથી મળી શકતું. એમાંનાં કેટલાંક બાળકો માયે તો મૂળભૂત શિક્ષણ મેળવવું પણ એક સપ્ના સમાન હોય છે. અમને ગર્વ છે કે અમે બે બેઝીક કમ્પ્યુટર સિસ્યમ અને ઈન્ડોર ગેમ્સ આપીશું.

કમ્પ્યુટર મળતાં આ બાળકોમાં સ્કુલમાં જવાનો ગજબનો જોશ છે. આ પ્રોજેકટ માટે કુલ 30 હજાર રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 10 હજારમાંથી સ્કુલની દીવાલને કલર કરવામાં આવશે અને 5 હજાર રૂપિયાથી બાળકો માટે ઈન્ડોર ગેમ્સ લેવામાં આવશે. એથી અમે પણ આગળ આવો અને તમારી ક્ષમતા પ્રમાણે ડોનેટ કરીને દેશના ભવિષ્યને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવો.


Related News

Loading...
Advertisement