શકિત કપૂર બનશે શકુનિ

06 July 2020 01:48 PM
Entertainment India
  • શકિત કપૂર બનશે શકુનિ

રાધાકૃષ્ણમાં આવી રહેલા નવા ટ્રેક મહાભારમાં શકુનિનું કેરેકટર બોલીવુડમાં અનેક ફિલ્મોમાં વિલન તરીકે કામ કરનારા શકિત કપૂરને ઓફર થયું

લોકડાઉન પછી તમામ ટીવી-સિરિયલ જુની વાર્તા અને જુના ટ્રેકનું પેકઅપ કરીને મોસ્ટ ઇન્ટરેરિંગ કહેવાય એવા ટ્રેક લાવવાનું કામ કરે છે. આ જ કામ શરૂ થયું છે રાધાકૃષ્ણમાં. સ્ટાર ભારતના આ શોમાં હવે કૃષ્ણ-અર્જુન ટ્રેક આવશે, જે છેક મહાભારત સુધી લંબાશે. મહાભારતની આ વાર્તામાં શકુનિ વિના ચાલે નહીં એ સૌકોઇ જાણે છે અને પ્રોડકશન-હાઉસે એટલે જ આ રોલ માટે શકિત કપુરને ઓફર કરી છે.

શકિત કપુરની આંખોમાં રહેલું કપટ તેને આ રોલ માટે ખેંચી ગયું એવું પણ પ્રોડકશન-હાઉસ કહે છે.
શકિત કપુર પણઆ ઓફરથી એકસાઇટેડ છે. શકુનિ વિના મહાભારત શકય નહોતું અને એટલે જ શકિત કપુરને પણ શકુનિ બનવાની વાતમાં રસ જાગ્યો છે.


Related News

Loading...
Advertisement