India China Border : લદ્દાખ સરહદે ભારતીય હવાઈ દળની યુદ્ધ કવાયત

05 July 2020 12:13 AM
India
  • India China Border : લદ્દાખ સરહદે ભારતીય હવાઈ દળની યુદ્ધ કવાયત
  • India China Border : લદ્દાખ સરહદે ભારતીય હવાઈ દળની યુદ્ધ કવાયત

લડાયક વિમાન સાથે અપાચે હેલિકોપ્ટરની સતત ઉડાન : આર્ટિલરી સાથે સૈનિકોનો ખડકલો

લદ્દાખ:
ભારત અને ચીન વચ્ચે ગેલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ પરિસ્થિતિ હજી તંગ છે. LACને લઇને ચીન સાથેના તણાવ વચ્ચે સરહદ પર ભારતે તેની પ્રવૃત્તિઓ તીવ્ર બનાવી દીધી છે.
દરમિયાન, શનિવારે, ભારત-ચીન સરહદ પર ફોરવર્ડ એરબેઝ એરફોર્સના સુખોઈ એસ -30 એમકેઆઇ અને મિગ -29 વિમાન સાથે અપાચે હેલિકોપ્ટર પણ સરહદ ઉપર ઉડતા નજરે પડ્યા છે. સીમા પર ઇન્ડિયન એર ફોર્સના ફાઇટર જેટની યુદ્ધ કવાયત શરૂ થઈ હતી.

ભારત-ચીન સરહદ નજીક ફોરવર્ડ એરબેઝ પર ભારતીય વાયુસેનાના એક સ્ક્વોડ્રોન લીડરે કહ્યું કે, 'આ એરબેઝ પર અને આખા હવાઈ દળમાં દરેક હવાઇ સૈનિક સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત છે અને તમામ પડકારોનો સામનો કરવા સક્ષમ છે.'
સૂત્રો કહે છે કે ત્રણેય દળોને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન (LAC) પર ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે ગઈકાલે શુક્રવારે અચાનક લદ્દાખ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જૂનની રાત્રે ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ઘાયલ સૈનિકોને મળ્યા હતા. વડાપ્રધાન હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં આ સૈનિકોની સારવાર કરવામાં આવી રહી છે. અહીં તેમણે સૈનિકો સાથે વાત કરી અને તેમનું મનોબળ વધાર્યું.


Related News

Loading...
Advertisement