શહેરમાંથી જુગારના ત્રણ દરોડામાં પાંચ મહિલા સહિત 15 જુગારી પકડાયા

04 July 2020 07:35 PM
Rajkot Crime
  • શહેરમાંથી જુગારના ત્રણ દરોડામાં પાંચ મહિલા સહિત 15 જુગારી પકડાયા

પોલીસે 31 હજારની રોકડ કબ્જે કરી

રાજકોટ તા.4
શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળો પર પોલીસે દરોડા પાડી 7 મહિલા સહિત 15 જુગારીને ઝડપી પાડયા હતા. દરોડા દરમ્યાન 31020ની રોકડ મળી આવી હતી. બી ડીવીઝન પોલીસે પેડક રોડ પર આવેલ વાલ્મીકી આવાસ યોજનાના કવાટર્સમા દરોડો પાડી સંગેશ ધાવડી, રાહુલ બોરીચા, કિરણબેન ધાવડી, નીધિબેન મકવાણા, નયનાબેન બોરીચા, જોશનાબેન ધાવડી અને પૂજાબેન પરમારને તીનપતીનો જુગાર રમતા રૂા.3010ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
થોરાળા પોલીસે ચુનારાવાડના પુલ પાસે ટ્રેકટર ચોકમાં જુગાર રમતા ભાવેશ બાંભણીયા, રમેશ સોલંકી, તૌફીક શીશાંગીયા, શોકત કરગથાને રૂા.20590ની રોકડ સાથે દબોચી લીધા હતા.
રાજકોટ તાલુકા પોલીસનો સ્ટાફ કાલાવડ રોડ પર જડ્ડુસ હોટલ પાછળ ત્રાટકયો હતો જયાં વોંકળાના પટ્ટમાં તીનપતીનો ગંજીપાના વડે જુગાર રમતા જોરૂભાઈ સાડકીયા, ગોરધનભાઈ સાડમીયા, રમેશ માધાસુરીયા, મનસુખ ડાભીને ઝડપી લઈ તેની પાસેથી રૂા.7420ની રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement