કોરોના સંક્રમણમાં બેદરકારી રાખનાર 6 શખ્સો સામે ગુનો

04 July 2020 07:34 PM
Rajkot
  • કોરોના સંક્રમણમાં બેદરકારી રાખનાર 6 શખ્સો સામે ગુનો

માસ્ક ન પહેરનાર, રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડનાર અને ચા-પાનના દુકાનધારકો સામે કાર્યવાહી

રાજકોટ તા. 4
કોરોના સંક્રમણ વચ્ચે પણ અમુક લોકો બેદરકારી દાખવી રહયા છે. આવા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. માસ્ક ન પહેરનાર, જાહેરમાં થૂંકનાર, રિક્ષામાં નિયમથી વધુ પેસેન્જર બેસાડનાર સામે કાર્યવાહી કરાઇ છે.
એ ડીવીઝન પોલીસ સ્ટાફે માસ્ક ન પહેરી જાહેરમાં થૂંકનાર મોસીન મહમદભાઇ મોડે અને રવિ પ્રવિણભાઇ રાઠોડ સામે ગુનો નોંઘ્યો હતો. રીક્ષામાં નિયમ વિરૂઘ્ધ ર થી વધુ પેસેન્જર બેસાડનાર નરેશ દલસુખરાય કુંભાણી અને ગોવિંદ સોમાભાઇ મેરની ધરપકડ કરી હતી.
યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ પર ગ્રાહકોના ટોળા ભેગા કરી સોશિયલ ડીસ્ટન્સ ન જાળવતા નકળંક ટી સ્ટોલના માલિક નારણભાઇ સવાભાઇ સિરોડીયા અને કાલાવડ રોડ પર રવિ ટાવર ખાતે આવેલી નિલકંઠ પાનની દુકાન માલિક શૈલેષભાઇ પરસોતમભાઇ વાદી સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement