કોઠારીયા વિસ્તારને પાણી સપ્લાય સરળ બને તે માટે નેશનલ હાઇવેનાં અધિકારીઓ સાથે મ્યુ.કમિશ્નર બેઠક યોજશે

04 July 2020 07:32 PM
Rajkot
  • કોઠારીયા વિસ્તારને પાણી સપ્લાય સરળ બને તે માટે નેશનલ હાઇવેનાં અધિકારીઓ સાથે મ્યુ.કમિશ્નર બેઠક યોજશે

ઇસ્ટ ઝોનનાં મહાપાલિકાનાં વિવિધ પ્લાન્ટ અને સ્થળોની વિઝીટ કરતા અગ્રવાલ

રાજકોટ તા.4
શહેરના ત્રણેય ઝોન ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સપ્તાહના એક-એક દિવસ વિઝીટ કરવાનું અને મુલાકાતીઓને મુલાકાત આપવાનું શરુ કરવામાં આવેલ છે તે અનુસંધાને આજે તા.4-7ને શનિવારે ઈસ્ટ ઝોનના મહાનગરપાલિકાના વિવિધ પ્લાન્ટની મુલાકાત કરી હતી, તેમજ વોર્ડ નંબર 15 માંદૂધ સાગર બ્રિજ, આજી નદી રિવરફ્રન્ટ ખાતેના ઇન્ટરસેપ્ટર લાઈન, આજી ડેમ ખાતે આવેલ ડાઉન સ્ટ્રીમ ગાર્ડન, આજી ફિલ્ટર પ્લાન્ટ તેમજ વોર્ડ નં. 18 માં નારાયણનગર હેડ વર્કસની વિઝીટ કરી હતી. તમામ સ્થળોની વિઝીટ સમયે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાથે નાયબ મ્યુનિ કમિશનર બી. જી. પ્રજાપતિ, સિટી એન્જી. એમ. આર. કામલીયા તથા એચ. યુ. દોઢિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, પી.એ. (ટેક.) ટુ કમિશનર આર. આર. રૈયાણી, આસી. મેનેજર એન. કે. રામાનુજ, એડી. સિટી. એન્જી. બી. ડી. જીવાણી, એ.ટી.પી. વી. વી. પટેલ, નાયબ કાર્યપાલ ઈજનેર એચ. એમ. સોંડાગર, નાયબ એન્જી. આઈ. યુ. વસાવા તેમજ સંબંધિત સ્ટાફ હાજર રહ્યા હતા.
હાલ ભાદર મેઈન લાઈનમાંથી નારાયણનગર હેડ વર્કસને પાણી સપ્લાય કરવા મેઈન લાઈનના રેલ્વે ક્રોસિંગની કામગીરી ચાલુ છે જે ઝડપી પૂર્ણ કરવા સુચના આપી હતી અને નેશનલ હાઈવે ક્રોસિંગની મંજૂરી માટે આજે નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે મીટીંગ કરી તાકીદે મંજૂરી મેળવી કામગીરી ઝડપી પૂર્ણ કરવા સુચના આપી હતી.


Related News

Loading...
Advertisement