સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ‘મેઘા’નો મૂકામ

04 July 2020 07:29 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ‘મેઘા’નો મૂકામ

કોડીનાર-વેરાવળમાં દોઢ, સુત્રાપાડામાં સવા, મેંદરડા, કુતિયાણા, જાફરાબાદમાં અડધો ઇંચ, લખતરમાં રાત્રે સાડા ત્રણ અને વાંકાનેર પંથકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો

રાજકોટ તા.4
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આવતા 24 થી 48 કલાક દરમ્યાન ભારે વરસાદની આગાહી વચ્ચે ખાસ કરીને સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં ગઇકાલથી મેઘરાજાએ મંડાણ કર્યા છે. ગઇકાલે ગીર સોમનાથનાં કોડીનારમાં મેઘો ઓળધોળ થયો હતો અને ચાર કલાકમાં જ 6 ઇંચ વરસાદ વરસી ગયો હતો. દરમ્યાન કોડીનાર ઉપર મેઘમહેર આજરોજ પણ ચાલુ રહી હતી અને આજે સવારે બે કલાકમાં વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

આ ઉપરાંત ગીર સોમનાથનાં વેરાવળ ખાતે પણ આજે વધુ દોઢ ઇંચ અને સુત્રાપાડામાં સવા ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે ગત રાત્રી દરમ્યાન સુરેન્દ્રનગરનાં લખતરમાં સાડા ત્રણ ઇંચ અને દસાડા પાટડીમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે મોરબીનાં વાંકાનેર પંથકમાં પોણા બે ઇંચ અને ટંકારા તાલુકામાં અડધો ઇંચ વરસાદ ગઇકાલે પડયો હતો. આ ઉપરાંત માણાવદર પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડયો હતો.

દરમ્યાન આજે જૂનાગઢનાં મેંદરડા ખાતે પણ અડધો ઇંચ પોરબંદરનાં કુતિયાણામાં અડધો ઇંચ અને અમરેલીનાં જાફરાબાદમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આ ઉપરાંત આજે બપોરે ગીર સોમનાથનાં ઉના, ગીરગઢડા, તાલાલા તથા દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર જામનગરનાં ધ્રોલ અને પોરબંદરમાં હળવાથી મઘ્યમ ઝાપટા વરસ્યા હતા.


Related News

Loading...
Advertisement