સ્વૈચ્છીક લોકડાઉનની તૈયારી!દાણાપીઠ-પરાબજાર-મોચીબજાર જેવી માર્કેટ રાત્રે 8 ને બદલે સાંજે 4 વાગ્યે જ બંધ કરી દેવાની વિચારણા

04 July 2020 07:27 PM
Rajkot
  • સ્વૈચ્છીક લોકડાઉનની તૈયારી!દાણાપીઠ-પરાબજાર-મોચીબજાર જેવી માર્કેટ રાત્રે 8 ને બદલે સાંજે 4 વાગ્યે જ બંધ કરી દેવાની વિચારણા

વેપારી એસોસીએશને તાકીદની બેઠક બોલાવી; સાંજ સુધીમાં ફેંસલો

રાજકોટ તા.4
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક સ્તરે વધી રહ્યુ હોવાથી વેપારીઓ ભયભીત બન્યા છે. પરાબજાર-દાણાપીઠ-મોચીબજાર તથા ગુમાનસિંહજી શોપીંગ સેન્ટરના વેપારીઓની તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. અત્યારે રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવા સુધીની છૂટ છે. પરંતુ વેપારીઓ સ્વૈચ્છીક રીતે જ દુકાનો વહેલી બંધ કરી દેવાનાં મૂડમાં છે.

સાંજે ચાર કે પાંચ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. કોરોનાના સંક્રમણને કારણે સ્વૈચ્છીક લોકડાઉનની દિશામાં નિર્ણય લેવાનો વેપારીઓનો મિજાજ છે.સાંજે 4-30 વાગ્યે બેઠક છે અને તેમાં સર્વસંમત નિર્ણય લેવામાં આવશે.સાંજ સુધીમાં ફેંસલો આવી જશે.


Related News

Loading...
Advertisement