શહેરમાંથી ચાર વર્ષ પહેલા જે સગીરાનુ અપહરણ થયુ’તુ તે યુપીથી મળી!

04 July 2020 07:24 PM
Rajkot Crime
  • શહેરમાંથી ચાર વર્ષ પહેલા જે સગીરાનુ અપહરણ થયુ’તુ તે યુપીથી મળી!
  • શહેરમાંથી ચાર વર્ષ પહેલા જે સગીરાનુ અપહરણ થયુ’તુ તે યુપીથી મળી!

અપહરણકર્તાએ લગ્ન કરી લીધા - હાલ અપહ્યત 1 બાળકની માતા હોવાનુ ખુલ્યુ

રાજકોટ તા.4
શહેરમાંથી સવા ચાર વર્ષ પહેલા આજી જીઆઈડીસી વિસ્તારમાંથી બિહારી શ્રમિક પરિવારની 16 વર્ષની દીકરીનુ અપહરણ થયુ હતુ. આ મામલે થોરાળા પોલીસ મથકે તા.20/4/2016ના રોજ મૂળ ઉતરાખંડના અને રાજકોટ કારખાનામાં કામ કરતા નિરજ ક્રિપાલસિંહ બિશાંત સામે અપહરણ કર્યા અંગે ગુનો નોંધાયો હતો. સગીરાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે સગીરા અને નિરજ એક જ કારખાનામાં કામ કરતા હોવાથી નિરજ લલચાવી ફોસલાવી તેણીનુ અપહરણ કરી ગયો હતો.

આ કેસમાં થોરાળા પોલીસના વખતોવખતના પીઆઈ ત્યારબાદ મદદનીશ પોલીસ કમિશ્ર્નર બી.ડી.જોષી, મદદનીશ પોલીસ કમિશ્ર્નર બી.બી.રાઠોડ વગેરેએ તપાસ ચલાવેલ પરંતુ આરોપી અને સગીરા ન મળતા અંતે આ કેસ પોલીસ કમિશ્ર્નરના સીધા માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને સોંપવામા આવી હતી.

હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સની અરજી થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. યુનિટના ઈન્ચાર્જ પીએસઆઈ એમ.એસ.અંસારી આ અંગે તપાસ ચલાવતા હતા. તેમની ટીમના હેડ કોન્સ. બકુલભાઈ વાઘેલા, બાદલભાઈ દવે, હરપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિલા કોન્સ. સોનાબેન મુળીયા વગેરે બાતમીના આધારે યુપીના ગાઝીયાબાદ જિલ્લાના ઈન્દ્રપુર પોલીસ મથકના કનોલ ગામે પહોંચ્યા હતા. જયાંથી આરોપીને પકડી પડાયો હતો અને સગીરાનો કબ્જો લેવાયો હતો.

જો કે સગીરા હાલ 20 વર્ષની થઈ ચૂકી છે. અપહરણકર્તાએ તેની સાથે લગ્ન પણ કરી લીધા છે અને લગ્નજીવનથી તેણીને એક બાળક પણ છે. હાલ આરોપીને રાજકોટ લાવી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement